મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એન્ગલથી તપાસ કરી રહેલી એનસીબીની ટીમ આજે રિયાની ત્રીજા દિવસે પુછપરછ કરી રહી છે. બીજા દિવસની તપાસ દરમિયાન એનસીબીએ રિયાની 8 કલાક પુછપરછ કરી, જેમાં કેટલાક મોટા ખુલાસા થયા હતા. રિયાએ એનસીબી સામે કહ્યું કે, સુશાંત સિંહે ડ્રગ્સ લીધુ હતુ, સુશાંત વર્ષ 2016માં જ ડ્રગ્સનુ સેવન કર્યુ હતુ ફિલ્મ કેદારનાથના શૂટિંગ દરમિયાન તેને ડ્રગ્સ લીધુ હતુ.
રિયા ચક્રવર્તીએ કહ્યું કે, ફિલ્મ કેદારનાથના શૂટિંગ દરમિયાન સુશાંત અને તેના કેટલાક કૉ-સ્ટારે ડ્રગ્સ લીધુ હતુ. જોકે રિયાએ કોઇનુ નામ નથી લીધુ. રિયા અનુસાર સુશાંતે જે ડિક્ટેટ કરતા હતા તેને તે મોબાઇલ પર ટાઇપ કરતી હતી. રિયાનુ કહેવુ છે કે સુશાંત આ વાતને લઇને કમિટ કરાવતો હતો કે જે પણ ડિલીવરી થાય તે સ્ટાફ મેમ્બર મારફતે થાય.
રિયા ચક્રવર્તીનું આજે પણ ક્રૉસ એક્ઝામિનેશન થશે. રિયાની સાથે સાથે તેનો ભાઇ શૌવિક ચક્રવર્તી, સુશાંતના હાઉસ મેનેજર સેમ્યૂઅલ મિરાંડા અને તેના ઘરમાં કામ કરનારા દિપેશ સાવંતની સામે બેસાડીને પુછપરછ થશે. સોમવારે અશોક જૈને પોતાના એક નિવેદનમાં બૉલીવુડ સેલિબ્રિટીના ડ્રગ્સની વાત કરી હતી, તેના પર પણ નિવેદન નોંધાશે કે રિયા કોના કોના સંપર્કમાં હતી.
આ ઉપરાંત, એનસીબી દ્વારા ધરપકડ કરાયેલા લોકોના લિસ્ટમાં ટૉપ પર રહેલા અનુજ કેશવાનીની સાથે પણ રિયાનો આમનો સામનો કરાવવામાં આવશે. રિયાએ સોમવારે જણાવ્યુ કે, તે સુશાંતના કહેવા પર ડ્રગ્સ મંગાવતી હતી, તેને ખુદને ડ્રગ્સ લેવાની વાતનો ઇનકાર કર્યો હતો. જોકે તેને એ વાતનો સ્વિકાર કર્યો કે તે સિગારેટ અને દારુ પીતી હતી.
સુશાંતે કઇ ફિલ્મના શૂટિંગ દરમિયાન ડ્રગ્સ લીધુ હતુ, ને કોના મારફતે થતી હતી ડિલીવરી? - રિયાએ NCB સામે કર્યો મોટો ખુલાસો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Sep 2020 01:32 PM (IST)
રિયા ચક્રવર્તીએ કહ્યું કે, ફિલ્મ કેદારનાથના શૂટિંગ દરમિયાન સુશાંત અને તેના કેટલાક કૉ-સ્ટારે ડ્રગ્સ લીધુ હતુ. જોકે રિયાએ કોઇનુ નામ નથી લીધુ. રિયા અનુસાર સુશાંતે જે ડિક્ટેટ કરતા હતા તેને તે મોબાઇલ પર ટાઇપ કરતી હતી
- - - - - - - - - Advertisement - - - - - - - - -