એનસીબી સૂત્રોએ કહ્યું કે કરણ જોહરની ઉપસ્થિતિ જરૂરી નથી. તેઓ પોતાનો પ્રતિનિધિ પણ મોકલી શકે છે. ઉલ્લેખનીય છે કે કરન જોહરને વાયરલ વીડિયોના સંબંધમાં જાણકારી આપવા માટે કહેવામાં આવ્યું છે, જે કથિત રીતે જૂલાઈ 2019માં તેમના ઘરે થયેલી પાર્ટીની છે.
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોત બાજ એનસીબીએ બોલીવૂડમાં ડ્રગ્સના કથિત ઉપયોગની તપાસ શરૂ કરી છે. આ મામલે અભિનેત્રી રિયા ચક્રવર્તી સહિત અનેક લોકોની એનસીબીએ ધરપકડ કરી છે.
એજન્સીએ દીપિકા પાદૂકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂર સહિત અન્ય અભિનેત્રીઓની પૂછપરછ કરી હતી.
વર્ષ 2019માં કરણ જોહરના ઘરે થયેલી કથિત પાર્ટીને લઈ શિરોમણી અકાલીદળના નેતા મજિંદર સિંહ સિરસાએ એનસીબીના પ્રમુખ રાકેશ અસ્થાના પાસે એક ફરિયાદ દાખલ કરી હતી. પાર્ટીનો કથિત વીડિયો સોશિયલ મીડિયામા વાયરલ થયો હતો.
આ વીડિયોમાં કરન જોહરના ઘરમાં દીપિકા પાદૂકોણ, અર્જુન કપૂર, વિક્કી કૌશલ, વરૂણ ધવન, રણબીર કપૂર, મલાઈકા અરોરા જેવા સ્ટાર્સ જોવા મળ્યા હતા.આ સંબંધમાં એનસીબીએ કરન જોહર પાસે જાણકારી માંગી છે.