Neetu Kapoor Unknown Facts: આજે 8 જુલાઇનો દિવસ છે અને આજે બૉલીવુડ હસીન હીરોઇને ગણાતી નીતૂ કપૂરનો જન્મ દિવસ છે. આજના દિવસે એટલે કે, 8 જુલાઇ, 1958ના દિવસે નવી દિલ્હીમાં નીતૂ કપૂરનો જન્મ થયો હતો, અને આજે એક્ટ્રેસ પરિવાર સાથે પોતાનો 65મો જન્મદિવસ મનાવી રહી છે. 8 જુલાઈ, 1958ના રોજ નવી દિલ્હીમાં જન્મેલી નીતૂ કપૂરે એક સમયે સિલ્વર સ્ક્રીન પર પોતાના નખરાં અને સ્ટાઈલથી તમામ ફેન્સના દિલ જીતી લીધા હતા, પરંતુ ઋષિ કપૂર તેના દિલ પર રાજ કરતા હતા. બંનેની લવ સ્ટૉરી કોઈ ફિલ્મી સ્ટૉરીથી કમ નથી, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે નીતૂ કપૂર પોતાના લગ્નમાં જ બેહોશ થઈ ગઈ હતી. જાણો અહીં નીતૂ કપૂરના લાઇફ ફેક્ટ્સ વિશે.... 


દોસ્તીથી થઇ હતી સંબંધોની શરૂઆત  - 
એક્ટર ઋષિ કપૂર અને નીતૂ સિંહની પહેલી મુલાકાત વર્ષ 1974માં ફિલ્મ 'ઝહરીલા ઈન્સાન'ના શૂટિંગ દરમિયાન થઈ હતી. અહીંથી બંને જલ્દી સારા મિત્રો બની ગયા. તે સમયે નીતૂ સિંહ માત્ર 15 વર્ષની હતી. ઉલ્લેખનીય છે કે, નીતૂને મળ્યા પહેલા ઋષિ કપૂરની એક ગર્લફ્રેન્ડ હતી. જ્યારે તે તેના પર ગુસ્સે થતી હતી, ત્યારે ઋષિ કપૂર તેને શાંત કરવા માટે તેની મિત્ર નીતૂને પ્રેમ પત્રો લખતા હતા. આ રીતે બંને એકબીજાની નજીક આવવા લાગ્યા હતા.


આસાનીથી માની ગયા હતા ઘરવાળા - 
એક્ટર ઋષિ કપૂર પોતાની ગર્લફ્રેન્ડ માટે લવ લેટર લખતી વખતે નીતૂ સિંહના પ્રેમમાં પડી ગયા હતા. જ્યારે રાજ કપૂરને આ વાતની જાણ થઈ તો તેને સ્પષ્ટ કહ્યું કે જો તે નીતૂને પ્રેમ કરે છે તો લગ્ન કરી લે. ખાસ વાત છે કે, નીતૂ કપૂરની માતા આ સંબંધથી બિલકુલ ખુશ નહોતી. જોકે, ધીમે ધીમે તે નીતૂ અને ઋષિ કપૂર વચ્ચેના સંબંધોને સમજવા લાગી અને લગ્ન માટે સંમત થઈ ગઈ. આ પછી નીતૂ અને ઋષિ કપૂરે વર્ષ 1979 દરમિયાન લગ્ન કરી લીધા હતા.


પોતાના જ લગ્નમાં બેભાન થઇ ગયા હતા નીતૂ અને ઋષિ - 
તમને જાણીને નવાઈ લાગશે કે જ્યારે નીતૂ અને ઋષિ કપૂરના લગ્નને લઈને સર્વત્ર ખુશીઓ હતી, તે દરમિયાન બંને પોતાના લગ્નમાં બેભાન થઈ ગયા હતા. એવું કહેવાય છે કે નીતૂનો લેંઘો ખૂબ જ ભારે હતો, તેને સંભાળવાનો પ્રયાસ કરતા તે બેભાન થઈ ગઈ હતી. બીજીબાજુ લગ્નમાં એટલી બધી ભીડ હતી કે ઋષિ પણ ડરી ગયા અને બેભાન થઈ ગયા હતા.