ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સે આ સપ્તાહે 5 અને 6 ડિસેમ્બરે એક ફેસ્ટનું આયોજન કર્યું છે. આ બે દિવસમાં કોઈપણ શખ્સ નેટફ્લિક્સ પર કંઈપણ ફ્રીમાં જોઈ શકે છે. આ બે દિવસ માટે કોઈ પણ વ્યક્તિને તેનો સબસ્ક્રિપ્શન ચાર્જ નહી લાગે. એટલે કે તમે સબસ્ક્રિપ્શન કર્યા વગર કોઈપણ ફિલ્મ, વેબ સીરઝ અને ડૉક્યૂમેન્ટ્રીનો આનંદ ઉઠાવી શકો છો.

નેટફ્લિક્સના આ ફેસ્ટનો લાભ તમે પાંચ ડિસેમ્બરની રાત્રીથી લઈ શકો છો. આ સાથે જ છ ડિસેમ્બરે પણ રાત્રે 12 વાગ્યા સુધી આ ફેસ્ટ ચાલશે. નેટફ્લિક્સ ઈન્ડિયાની ઉપાધ્યક્ષ કન્ટેન્ટ મોનિકા શેરગિલે એક બ્લોગ પોસ્ટમાં કહ્યું, પાંચ ડિસેમ્બર રાત્રે 12 વાગ્યાથી છ ડિસેમ્બર રાત્રીના 12 વાગ્યા સુધી નેટફ્લિક્સ નિશુલ્ક છે. ભારતમાં કોઈ પણ તમામ બ્લોકબસ્ટર ફિલ્મો, સૌથી મોટી સીરીઝ, અવોર્ડ વિનિંગ ડૉક્યૂમેન્ટ્રી બે દિવસ માટે રિયાલિટી શો જોઈ શકે છે.

બસ કરવું પડશે આ કામ

જે લોકો નેટફ્લિક્સના સબ્સસ્ક્રાઈબર નથી. તે પોતાનું નામ, ઈમેલ અથવા ફોન નંબરથી સાઈનઅપ કરી શકે છે. આ સાથે તે પોતાનો પાસર્ડ ક્રિએટ કરશે. બાદમાં તે સાઈનઅપ કરશે. સાઈનઅપ થયા બાદ યૂઝર્સ કોઈપણ ફી અથવા ચાર્જ વગર બધુ જ જોઈ શકશે. આ રીતે આપ પૈસા ચૂકવ્યા વગર બે દિવસ સુધી સ્ટ્રીમિંગ કરી શકો છો.

સબ્સસ્ક્રિપ્શન જ્યાંથી બંધ થયું, ત્યાંથી સ્ટ્રીમિંગ

આ સિવાય, જો તમારા ઈમેલ આઈડી અથવા નંબર પર પહેલાથી જ નેટફ્લિક્સની મેમ્બરશિપ હતી, તો સ્ટ્રીમ ત્યાંથી જ થશે જ્યાંથી તમે સબસ્ક્રીપ્શન બંધ કર્યું હતું. નેટફ્લિક્સ આ રીતે કરી ગ્રાહકો જોડવા માંગે છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં તેને અમેઝન પ્રાઈમ વીડિયો, ડિઝની હોટસ્ટાર અને જી5 જેવા ઓટીટી મંચ સાથે મુકાબલો કરવો પડી રહ્યો છે.