ટીવી એક્ટ્રેસ નિયા શર્માનું નામ ઈન્ડસ્ટ્રીની ટોપ એક્ટ્રેસની યાદીમાં સામેલ છે. નિયાએ ભલે બોલિવૂડમાં ડેબ્યૂ ન કર્યું હોય, પરંતુ તેની ફેન ફોલોઈંગ કોઈ બોલિવૂડ એક્ટ્રેસથી ઓછી નથી. નિયા શર્મા તેની ગ્લેમરસ સ્ટાઇલ અને ડ્રેસિંગ સેન્સને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. નિયાએ પોતાની સખત મહેનતના કારણે કરિયરમાં આ સ્થાન હાંસિલ કર્યું છે. આ દરમિયાન અભિનેત્રીનો એક લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે, જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે.



નિયા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ પોતાના નવા ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. નિયા ફેન્સમાં પોતાનો ક્રેઝ જાળવી રાખવાની એક પણ તક છોડતી નથી. આ દરમિયાન અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક નવો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં નિયા બ્લેક ડિક નેપ ડ્રેસ પહેરીને ખૂબ જ ગ્લેમરસ અવતારમાં જોવા મળે છે. વિડિયોમાં નિયા અરીસાની સામે ઊભી રહીને એકથી વધુ મનમોહક પોઝ આપતી જોવા મળે છે.


વીડિયોમાં નિયા બ્લેક ડ્રેસ પહેરીને કેમેરાની સામે  હોટ પોઝ આપતી જોવા મળી.  એક્ટ્રેસની આ સ્ટાઇલ ફેન્સના દિલની ધડકન વધારી રહી છે. આ જ કારણ છે કે થોડા જ કલાકોમાં નિયાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.  નિયા શર્માના ચાહકો અભિનેત્રીના આ લુકના જોરદાર વખાણ કરી રહ્યા છે. જણાવી દઈએ કે નિયા શર્માએ ટીવી સીરિયલ 'એક હજારો મેં મેરી બેહના હૈ' થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી નિયાએ ટીવી સીરિયલ જમાઈ રાજાથી ઈન્ડસ્ટ્રીમાં ખાસ ઓળખ મેળવી. નિયાએ ડિજિટલ પર પણ પોતાની એક્ટિંગનો જાદુ બતાવ્યો છે.