Nick Jonas Concert Video: બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાના પતિ અને લોકપ્રિય અમેરિકન ગાયક નિક જોનાસ તાજેતરમાં તેના ભાઈઓ કેવિન જોનાસ અને જો જોનાસ સાથે ન્યૂયોર્કના યાન્કી સ્ટેડિયમમાં કોન્સર્ટ માટે પહોંચ્યા હતા. જ્યાં તેની સાથે એવી ઘટના બની હતી જેણે સૌને ચોંકાવી દીધા હતા. હકીકતમાં, નિકના કોન્સર્ટમાં હાજર એક મહિલા પ્રશંસકે શો દરમિયાન તેના પર બ્રા ફેંકી હતી.
નિકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો
નિક જોનાસના આ કોન્સર્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેને તેના એક ફેન્સે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં નિક વાદળી શર્ટ અને લાલ શેડનું પેન્ટ પહેરીને સ્ટેજ પર ગીત ગાઈ રહ્યો છે. ત્યારે એક ચાહકે તેની બ્રા તેના પર ફેંકી દીધી હતી. જે પછી નિક થોડીવાર માટે રોકાઈ ગયો અને પછી પાછો ગાવા લાગ્યો હતો.
ફેન્સે વીડિયો પોસ્ટ કરીને નારાજગી વ્યક્ત કરી
આ વીડિયો પોસ્ટ કરતા નિકના ફેને કેપ્શનમાં લખ્યું, નિકના કોન્સર્ટની કેટલીક તસવીરો, જેમાં એક પ્રશંસકે તેના પર બ્રા ફેંકી હતી. વિચારુ છુ કે, આખરે ક્યારે લોકો પોતાના વિચારોથી મોટા થશે અને કલાકારોનું સન્માન કરશે. કૃપા કરીને તેના પર આવી વસ્તુઓ ન ફેકો. હવે નિકના ઘણા લોકો આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. જેઓ તે પ્રશંસક પર ગુસ્સો ઠાલવી રહ્યા છે.
ચાહકોએ આ ઘટનાને અપમાનજનક ગણાવી
તેના પર ટિપ્પણી કરતા એક ચાહકે લખ્યું, તેના અને તેના પરિવાર માટે આ ખૂબ જ અપમાનજનક છે. ચાહકોએ કલાકારોનું સન્માન કરતા શીખવાની જરૂર છે. અન્ય એક યુઝરે લખ્યું, આ ખૂબ જ શરમજનક છે. પોતાને ફેન્સ કહેવા અને પછી કલાકાર પર બ્રા ફેંકવી. આ ખૂબ જ અપમાનજનક અને ઘૃણાજનક છે. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી કે જ્યારે નિકના કોન્સર્ટમાં આવું થયું હોય. આ પહેલા પણ એક ફેને નિક પર તેની બ્રા ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે સમયે પ્રિયંકા પણ ત્યાં હાજર હતી. જેણે સ્ટેજ પર પહોંચતા પહેલા જ ફેન્સની બ્રા પકડી લીધી હતી.