Nora Fatehi Slapped Co-Actor : ફિલ્મ જગત સાથે સંકળાયેલી હસ્તીઓ તેમાં પણ ખાસ કરીને અભિનેત્રીઓ-મોડેલને કેટલીક સતામણીનો ભોગ બનવું પડે છે. ક્યારેક તો આ પ્રકારની વિચિત્ર ઘટનાઓ જાહેરમાં થતી હોય છે. કંઈક આવી જ ઘટના ટીવી શોની જજ, ડાન્સર, સિંગર અને બિગ બોસ ફેમ નોરા ફતેહી સાથે બની હતી. ખુદ નોરા ફતેહીએ ગયા વર્ષે તેની સાથે બનેલો વિચિત્ર કિસ્સો શેર કર્યો હતો. 


અભિનેત્રી-મોડલે જણાવ્યું હતું કે, કેવી રીતે એકવાર તેના કો-એક્ટરે તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું. જેના કારણે બંને વચ્ચે ખૂબ ઝઘડો થયો હતો. નોરાએ કહ્યું હતું કે, તેણે તેના કો-એક્ટરને થપ્પડ સુદ્ધા મારી હતી. ત્યાર બાદ અભિનેતાએ તેના વાળ પણ પકડી લીધા અને બંને વચ્ચે ઝપાઝપી થઈ. નોરાએ કપિલ શર્મા શોમાં આ ઘટના વિશે જણાવ્યું હતું અને કેવી રીતે સેટ પર તેમની વચ્ચે ઉગ્ર શારીરિક લડાઈ થઈ હતી.


નવેમ્બર 2022માં, જ્યારે નોરા ફતેહી કપિલ શર્મા શોમાં આવી હતી ત્યારે તેણે તેના એક અકસ્માત વિશે જણાવ્યું હતું. નોરાએ કહ્યું હતું કે, તે તેના કો-એક્ટર સાથે જંગલમાં એક ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. તે મારી સાથે ગેરવર્તન કરતો હતો. મેં તેને થપ્પડ મારી અને પછી તેણે મને થપ્પડ મારી. ત્યાર બાદ મેં ફરીથી તેને થપ્પડ મારી. તો તેણે મારા વાળ ખેંચ્યા. તેથી ખૂબ જ ખરાબ લડાઈ થઈ. નોરા તે અભિનેતાને કુ** પણ કહે છે, જેનાથી કપિલ મોટેથી હસી પડે છે.


નોરા ફતેહીના થપ્પડકાંડને સાંભળીને કપિલ શર્મા પણ ચોંકી ગયો


નોરા ફતેહીની આ પ્રકારની ભયાનક લડાઈ વિશે સાંભળીને કપિલ શર્મા પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. જ્યારે શોની જજ અર્ચના પુરણ સિંહે પણ આ બાબતે ભારે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાક્રમ ત્યારે સામે આવ્યો હતો જ્યારે નોરા ફતેહી અભિનેતા આયુષ્માન ખુરાના સાથે કપિલ શર્માના શોમાં એન એક્શન હીરોની ફિલ્મોના પ્રમોશન માટે આવી હતી.


મહાઠગ કિસ્સામાં ખુલ્યુ છે નોરાનું નામ


જાહેર છે કે, નોરા ફતેહીનું નામ મહાઠગ સુકેશ ચંદ્રશેખરના મામલામાં સામે આવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નોરા આ કેસમાં સરકારી સાક્ષી બની છે. આ કેસમાં તપાસ એજન્સીએ જેકલીન ફર્નાન્ડિસ અને અન્ય ઘણી અભિનેત્રીઓની પણ પૂછપરછ કરી છે.