મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઇ રહી નથી. બંન્નેનું નામ હવે એક કૌભાંડમાં સામેલ કરાયું છે. એક ગોલ્ડ ટ્રેડિંગ કંપનીએ શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા વિરુદ્ધ ફ્રોડ કેસમાં ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદ કરનાર વ્યાપારી એનઆરઆઇ છે.


ન્યૂઝ એજન્સી એએનઆઇએ કહ્યું કે, ખાર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ફરિયાદકર્તાને સતયુગ ગોલ્ડ પ્રાઇવેટ લિમિટેડ દ્ધારા ચિટ કરવામાં આવ્યુ છે. આ કંપની અગાઉ રાજ કુંદ્રા દ્ધારા ચલાવવામાં આવતી હતી. ફરિયાદ મળતા જ પોલીસે મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

બીજી તરફ પૂનમ પાંડેએ પણ રાજ કુંદ્રા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. આ કેસ પૂનમ પાંડે દ્ધારા Armsprime Media સાથે 2019માં સાઇન કરવામાં આવેલા એક કોન્ટ્રાક્ટ સાથે શરૂ થયો હતો. આ કંપની એક એપ બનાવવાની હતી જેનાથી થનાર નફાનો એક નક્કી હિસ્સો પૂનમ પાંડેને મળવાનો હતો.