મુંબઈ: દુનિયાભરમાં હાલ ખતરનાક કોરના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ચીનના વુહાનમાંથી શરૂ થયેલો આ વાઈરસ ધીમે ધીમે વિશ્વભરમાં ફેલાઈ રહ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં 29 કેસ સામે આવ્યા છે. આ ખતરનાક વાયરસના કારણે હોલિવૂડ ફિલ્મ્સની રિલીઝ ડેટમાં પણ ફેરફાર કરાયો છો અને ઘણી ઈવેન્ટ્સ પણ હાલ પૂરતી કેન્સલ કરી દેવામાં આવી છે. કોરોના વાયરસથી બચવા માટે સલમાને પણ ફેન્સને સલાહ આપી છે.


બોલીવૂડ અભિનેતા સલમાન ખાન પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. સલમાન ખાને ફેન્સને નમસ્તે કહેવાની અપીલ કરી છે. સલમાન ખાને લખ્યું હતું, નમસ્કાર... આપણી સભ્યતમાં નમસ્તે તથા સલામ છે. જ્યારે કોરોનાવાઈરસ મટી જાય ત્યારે હાથ મિલાવજો અને ગળે મળજો.


કોરોના વાઈરસનો ભયની અસર બોલિવૂડ અને બોક્સ ઓફિસ બંનેમાં જોવા મળી રહી છે. ઓવરસીઝ માર્કેટમાં તો સીધી અસર જોવા મળી રહી છે. દુબઇમાં 4 અઠવાડિયા માટે થિયેટર્સ અને મોલ બંધ રાખવાની એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. તેની અસર બાગી 3ના કલેક્શન પર સીધી જોવા મળી શકે છે.

ચીનના વુહાનમાંથી શરૂ થયેલો આ વાઈરસ ધીમે ધીમે વિશ્વભરમાં ફેલાઈ રહ્યો છે. યુનિયન હેલ્થ મિનિસ્ટર હર્ષવર્ધનના જણાવ્યા મુજબ ભારતમાં અત્યાર સુધીમાં 29 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.