Oscar Nominations 2023 :  95મા ઓસ્કાર એવોર્ડ્સ 2023 માટે નોમિનેશન થઈ ગયા છે. આ વખતે એસએસ રાજામૌલીની ફિલ્મ RRRના ગીત 'નાટુ નાટુ'એ તેમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.  શ્રેષ્ઠ મૂળ ગીત શ્રેણી માટે નામાંકિત થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 'નાટુ નાટુ' ગીતે લેડી ગાગા અને રી-રીના ગીતોને પાછળ છોડી દીધા છે. ભારતીય સિનેમા માટે આજનો દિવસ ખરેખર એક મોટો દિવસ છે.


ઓસ્કાર એવોર્ડ્સ 2023 નોમિનેશન, બેવર્લી હિલ્સ, કેલિફોર્નિયામાં યોજાયેલ.   તેના નોમિનેશન હોસ્ટ રિઝ અહમદ અને અભિનેત્રી એલિસન વિલિયમ્સ દ્વારા કરવામાં આવ્યું હતું. 



યુનાઇટેડ સ્ટેટ્સના કેલિફોર્નિયાના બેવર્લી હિલ્સમાં સેમ્યુઅલ ગોલ્ડવિન થિયેટરમાં આજે અભિનેતા રિઝ અહેમદ અને એલિસન વિલિયમ્સ દ્વારા 95મા એકેડેમી એવોર્ડ્સ માટેના નામાંકનની જાહેરાત કરવામાં આવી હતી. અપેક્ષા મુજબ, 11 નોમિનેશન્સ સાથે આ યાદીમાં ટોચના સ્થાને એવરીથિંગ એવરીવેર ઓલ એટ વન્સ(Everything Everywhere All at Once ) રહ્યું.


અન્ય ટાઇટલ જેમાં ટોપ ગન: મેવેરિક, અવતાર: ધ વે ઓફ વોટર, ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ અને ધ બંશીઝ ઓફ ઈનિશ્રિનનો સમાવેશ થાય છે.


રસપ્રદ વાત એ છે કે ભારતીય ટાઇટલને ત્રણ વખત ઓસ્કાર માટે મંજૂરી આપવામાં આવી છે. એસએસ  રાજામૌલીની  RRR ના ગીત 'નાટુ નાટુ'ના સાઉન્ડટ્રેકને બેસ્ટ ઓરિજિનલ સોંગ હેઠળ નોમિનેશન મળ્યું છે. શૌનક સેનની ડોક્યુમેન્ટ્રી ઓલ ધેટ બ્રીથ્સને બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર હેઠળ નોમિનેટ કરવામાં આવી છે, જ્યારે કાર્તિકી ગોન્સાલ્વિસ અને ગુનીત મોંગાની ધ એલિફન્ટ વ્હીસ્પરર્સને ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે.


95મો એકેડેમી એવોર્ડ 12 માર્ચે ઓવેશન હોલીવુડના ડોલ્બી થિયેટરમાં યોજાશે.


અહીં જુઓ નોમિનેશન્સની સંપૂર્ણ યાદી


બેસ્ટ ફિલ્મ


ઓલ ક્વાઈટ ઓન ધ વેસ્ટર્ન ફ્રંટ


અવતાર: ધ વે ઓફ વોટર


ધ બંશીઝ ઓફ ઈનશેરિન


એલ્વિસ


એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ


ધ ફેબેલમેન્સ


તાર


ટોપ ગન: માવેરિક


ટ્રાઈએનગલ ઓફ સેડનેસ


વુમન ટોકિંગ


લિડ રોલ અભિનેતા


ઓસ્ટિન બટલર (એલ્વિસ)


કોલિન ફેરેલ ( ધ બંશીઝ ઓફ ઇનિશરિન )


બ્રેન્ડન ફ્રેઝર (ધ વ્હેલ)


પોલ મેસ્કલ (આફ્ટરસન)


બિલ નિઘી (લિવિંગ)


લિડ રોલ અભિનેત્રી


કેટ બ્લેન્ચેટ (તાર)


એના ડી આર્માસ (બ્લોન્ડે)


એન્ડ્રીયા રાઇઝબોરો (ટુ લેસ્લી )


મિશેલ વિલિયમ્સ (ધ ફેબેલમેન્સ)


મિશેલ યેઓહ (એવરીથિંગ એવરીવેર ઓલ ઓલ એટ વન્સ)


ડાયરેક્ટિંગ


માર્ટીન મેકડોનાઘ  (The Banshees of Inisherin)


ડેનિયલ ક્વાન, ડેનિયલ સિચેઈનર્ર્ટ  (Everything Everywhere All at Once)


સ્ટીવન સ્પીલબર્ગ  (The Fabelmans)


ટોડ ફિલ્ડ  (Tár)


રુબેન ઓસ્ટલડ (Triangle of Sadness)