કેટલાક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે એક્ટર મધુર વિરુદ્ધ ખાર પોલીસ સ્ટેશનમાં મારમારી કરીને ઘાયલ કરવા અને યૌન શોષણનો આરાપનો કેસ નોંધવામાં આવ્યો છે. કહેવાઇ રહ્યું છે કે ફરિયાદી મધુરને ગયા વર્ષે ડિસેમ્બરમાં મળી હતી, આ પછી થોડાક દિવસ બાદ મધુરને દારુના નશામાં જોર જબરદસ્તી કરવાની કોશિશ કરી હતી. પીડિતાના વકીલે જણાવ્યુ કે તેની ક્લાયન્ટે ઘટનાના બે દિવસ પહેલા એટલે કે 11 ફેબ્રુઆરીથી મધુર સાથે સંબંધો તોડી નાંખ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ પહેલા એક્ટર મધુર મિત્તલ અને તેની ગર્લફ્રેન્ડ સાથે હતા.
વકીલે આ મામલે કહ્યું કે, મધુર મિત્તલ દારુના નાશામાં હતો અને તે તેની ગર્લફ્રેન્ડના રૂમમાં ઘૂસી ગયો અને તેની સાથે બળજબરી કરી, મારામારી કરી, તેને થપ્પડો મારી, વાળ અને કાન ખેંચ્યા અને આંખની નીચે માર્યુ હતુ.
મધુર મિત્તલ હૉલીવુડની સ્ટાર ફિલ્મ સ્લમડૉગ મિલિયૉનરમાં કામ કરી ચૂક્યો છે, અને ફિલ્મે સૌથી મોટો એવોર્ડ ઓસ્કાર એવોર્ડ જીતી ચૂકી છે.
(પ્રતિકાત્મક તસવીર)
(પ્રતિકાત્મક તસવીર)