Oscar 2023 Movies On OTT: ઓસ્કાર એવોર્ડએ (Oscar 2023)વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ પૈકીનો એક છે. હોલીવુડના 95મા એકેડેમી એવોર્ડ્સ 13 માર્ચ 2023ના રોજ કેલિફોર્નિયાના ડોલ્બી થિયેટરમાં યોજાશે. આ વખતે ઘણી ફિલ્મો ઓસ્કાર (Oscar 2023) માટે નોમિનેટ થઈ છે. ઓસ્કાર માટે નોમિનેટ થયેલી ફિલ્મોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય છે. આવી સ્થિતિમાં દર્શકો પણ તેમને જોવા આતુર છે. ચાલો અમે તમને જણાવીએ કે ઓસ્કાર માટે નોમિનેટ થયેલી ફિલ્મો તમે કયા OTT પ્લેટફોર્મ પર માણી શકો છો.


All Quiet On The Western Front: 'ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ'ને ઓસ્કાર માટે નોમિનેટ કરવામાં આવી છે. તમે આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકો છો.


Avatar The Way Of Water: 'અવતાર'નો બીજો ભાગ 'અવતાર ધ વે ઑફ વૉટર' ગયા વર્ષે જ થિયેટરમાં રિલીઝ થઈ હતી. તમે તેને 28 માર્ચે પ્રાઇમ વીડિયો પર જોઈ શકો છો.


Elvis: તમે પ્રાઈમ વીડિયો પર ગયા વર્ષે રિલીઝ થયેલી હોલિવૂડ ફિલ્મ 'એલ્વિસ' જોઈ શકો છો.


Black Panther Wakanda Forever: તમે ડિઝની પ્લસ હોટસ્ટાર પર સુપરહિટ હોલીવુડ ફિલ્મ 'બ્લેક પેન્થર વાકાંડા ફોરએવર' જોઈ શકો છો.


Top Gun Maverick: એક્શન ડ્રામા ફિલ્મ 'ટોપ ગન મેવેરિક' પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થઈ રહી છે.


The Banshees Of Inisherin: યુકે આધારિત ફિલ્મ 'ધ બૅંશીઝ ઑફ ઈનિશરિન' પણ ઑસ્કાર માટે નોમિનેટ થઈ છે. તે Disney Plus Hotstar પર જોઈ શકાય છે.


All Quiet on the Western Front: નેટફ્લિક્સ પર જર્મન ફિલ્મ 'ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ' જોઈ શકાય છે.


Turning Red:બેસ્ટ એનિમેશન ફિલ્મ માટે નોમિનેટ થયેલી ફિલ્મ 'ટર્નિંગ રેડ' ડિઝની પ્લસ હોટસ્ટાર પર માણી શકાય છે.


The Elephant whisperers: તમે નેટફ્લિક્સ પર ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં નામાંકિત કાર્તિકી ગોન્સાલ્વિસ અને ગુનીત મોંગાની હિન્દી ફિલ્મ 'ધ એલિફન્ટ વ્હીસ્પર્સ' જોઈ શકો છો.


All That Breathes:ભારતીય ફિલ્મ 'ઓલ ધેટ બ્રિથ્સ' પણ ઓસ્કાર માટે નોમિનેટ થઈ છે. તમે તેને Disney Plus Hotstar પર જોઈ શકો છો.


Argentina 1985:'આર્જેન્ટિના 1985'ને બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે. તમે તેને પ્રાઇમ વિડિયો પર ઓનલાઈન જોઈ શકો છો.