Stree 2 OTT Release: 'સ્ત્રી 2'નો ક્રેઝ દર્શકોના માથે ચઢીને બોલી રહ્યો છે. ફિલ્મના ગીતો અને ટ્રેલરે તેની રિલીઝ પહેલા જ ખૂબ ધૂમ મચાવી દીધી હતી, જેના કારણે ફિલ્મને બમ્પર એડવાન્સ બુકિંગ મળ્યું હતું અને પછી થિયેટરોમાં હિટ થયા બાદ તેણે પહેલા જ દિવસે કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. ફિલ્મને બૉક્સ ઓફિસ પર જબરદસ્ત રિસ્પૉન્સ મળી રહ્યો છે. ફિલ્મના તમામ શો હાઉસફુલ જઈ રહ્યાં છે અને બે દિવસમાં તે 100 કરોડના આંકડાને સ્પર્શવાની ખૂબ નજીક પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં ફિલ્મની ટિકિટો પણ ખૂબ જ મોંઘી વેચાઈ રહી છે, જેના કારણે કેટલાક લોકો OTT પર આ હૉરર કૉમેડી રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે.


જલદી OTT પર આવશે સ્ત્રી 2  
‘સ્ત્રી 2’ એ થિયેટરોમાં ધમાલ મચાવી છે. ફિલ્મની હૉરર ધૂમ મચાવી રહી છે અને તેની સાથે જ ફિલ્મ જોરદાર કમાણી કરી રહી છે. આ બધાની વચ્ચે તમારો ફાયદો એ છે કે તમે જલ્દી જ OTT પર આ ફિલ્મ જોઈ શકો છો. થિયેટરમાં રિલીઝ થયા પછી, આ ફિલ્મ OTT પર ઉપલબ્ધ થશે.


જાણો કયા OTT પ્લેટફોર્મ પર આવશે સ્ત્રી 2 
અમર કૌશિક દ્વારા નિર્દેશિત 'સ્ત્રી 2' ને દર્શકો અને વિવેચકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. આ ફિલ્મ હવે પ્રાઇમ વીડિયો પર આવશે. મેકર્સ આ ફિલ્મને ઓનલાઈન રીલીઝ કરતા પહેલા રીલીઝના ચાર અઠવાડિયાની સામાન્ય વિન્ડોને અનુસરી શકે છે. આનો અર્થ એ છે કે અમે 13-14 સપ્ટેમ્બર સુધીમાં 'સ્ત્રી 2' પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થવાની અપેક્ષા રાખી શકીએ છીએ.


‘સ્ત્રી 2’ સ્ટાર કાસ્ટ 
'સ્ત્રી 2'માં રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર, પંકજ ત્રિપાઠી, આયુષ્માન ખુરાના અને અભિષેક બેનર્જીએ મહત્વની ભૂમિકાઓ ભજવી છે. ફિલ્મમાં તમન્ના ભાટિયા અને અક્ષય કુમારના કેમિયોને પણ જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે.


આ પણ વાંચો


TMKOC: અશ્લીલ વેબસાઇટ પર હવે 'તારક મહેતા...' ની કન્ટેન્ટનો નહીં કરી શકાય ઉપયોગ, કોર્ટનો મોટો ચૂકાદો


Kalki 2898 Ad: પ્રભાસની બ્લોકબસ્ટર 'કલ્કી' OTT પર હિન્દીમાં ક્યારે અને ક્યાં જોવી, જાણો વિગતે


આ આભિનેતા પાસે 4 વર્ષથી કોઈ કામ નહોતું, માત્ર 6 રૂપિયામાં ખાવાનું ખાતો હતો, ત્યાર બાદ 1000 કરોડની ફિલ્મ આપી