મુંબઇઃ બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મને શાનદાર ઓપનિંગ મળ્યું છે. ફિલ્મે પહેલા બે દિવસમાં જ 77 કરોડનું કલેક્શન કર્યું હતું. ફિલ્મ સારી કમાણી કરશે તેવું લાગી રહ્યું છે. ચાહકો રાહ જોઈ રહ્યા છે કે તેઓ તેને OTT પર ક્યારે જોવા મળશે. આવો અમે તમને ફિલ્મની OTT રીલિઝ સંબંધિત કેટલીક વિગતો જણાવીએ.
‘બ્રહ્માસ્ત્ર’ કયા OTT પ્લેટફોર્મ પર આવશે?
ચાહકોમાં ‘બ્રહ્માસ્ત્ર’નો ક્રેઝ જોવા મળી રહ્યો છે. જોકે બ્રહ્માસ્ત્રને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. આમ હોવા છતાં લોકો ફિલ્મ OTT પર આ ફેન્ટેસી ડ્રામા ફિલ્મ ક્યારે જોવા મળશે તેની રાહ જોઇ રહ્યા છે. જ્યાં તેઓ ઘરે બેસીને આરામથી ચાની ચૂસકી લેતા લેતા તેને જોઈ શકશે.
કોવિડ દરમિયાન OTT પર રિલીઝ થયેલી ફિલ્મોએ આને આરામદાયક અનુભવ બનાવ્યો છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, બ્રહ્માસ્ત્ર ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે. હજુ સુધી આ મામલે કોઈ પુષ્ટી થઈ નથી. એવું માનવામાં આવે છે કે ડિઝની પહેલા દિવસથી જ બ્રહ્માસ્ત્રની મૂવી કેમ્પેઈન પાર્ટનર હોવાથી OTTના રાઈટ્સ પણ તેને વેચી દેવામાં આવ્યા છે.
એક રિપોર્ટ અનુસાર, એમેઝોનને પણ તેના અધિકારો મળી શકે છે. કારણ કે ધર્મા ફિલ્મ્સની એમેઝોન સાથે ડીલ છે, જેના હેઠળ તેમની દરેક ફિલ્મ એમેઝોન પર જ રીલીઝ થાય છે. અત્યારે એ સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ હશે કે વાસ્તવમાં ફિલ્મના રાઇટ્સ કોને મળશે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મના રાઇટ્સ મોટી રકમમાં વેચવામાં આવ્યા છે. આ ફિલ્મ લગભગ 410 કરોડના બજેટમાં તૈયાર કરવામાં આવી છે.
આ ફિલ્મ ઓક્ટોબરમાં OTT પર આવશે
કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ આ વર્ષે ઓક્ટોબરમાં OTT પર રિલીઝ થશે. જોકે, મેકર્સે હજુ સુધી આ બાબત પર કોઈ મહોર મારી નથી. ફિલ્મના નિર્માતાઓ તેની થિયેટર રિલીઝને સફળ બનાવવા માટે સંપૂર્ણ ધ્યાન આપવા માંગે છે. ટ્રેડ એનાલિસ્ટનું માનીએ તો થિયેટરમાં મોટા પડદા પર ફિલ્મ જોવાનો અનુભવ અલગ જ હોય છે. સ્મોકી એક્શન અને જબરદસ્ત વીએફએક્સથી ભરપૂર, ફિલ્મની મજા સિલ્વર સ્ક્રીન પર જ આવી શકે છે. આવી સ્થિતિમાં, પ્રોડક્શન કંપનીનું માનવું છે કે ફિલ્મને ઝડપથી OTT પર રિલીઝ કરવાથી તેને નુકસાન થઈ શકે છે. તાજેતરમાં એ એક ટ્રેન્ડ બની ગયો છે કે મેકર્સ ફિલ્મની થિયેટર અને ઓટીટી રિલીઝ વચ્ચે 6 અઠવાડિયાનું અંતર રાખવા માંગે છે.
મેકર્સે ફિલ્મના એડવાન્સ બુકિંગથી જ 22 કરોડની કમાણી કરી છે. અલૌકિક થીમ પર બનેલી ફિલ્મ વિશે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. આ ભરોસે વીકએન્ડ વીતી ગયો, પણ આગળ શું? આગામી સપ્તાહમાં બ્રહ્માસ્ત્રની કમાણી પર કેવી અસર કરે છે તે જોવું રસપ્રદ રહેશે.