ઋષિ કપૂરની લોકપ્રિયતા ભારત જ નહીં પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ એટલી જ હતી, કેમકે દિગ્ગજો પણ અભિનેતાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ છે.
ઋષિ કપૂરના નિધન પર પાકિસ્તાનના જુદાજુદા ફિલ્ડના દિગ્ગજોએ શોક વ્યક્ત કર્યો છે. હિના ફિલ્મમાં ઋષિ કપૂર સાથે મુખ્ય ભુમિકા નિભાવી ચૂકેલી પાકિસ્તાની અભિનેત્રી જેબા બખ્તિયારે કહ્યું તેમના વિના જીવનની કલ્પના જ મુશ્કેલ લાગી રહી છે.