Criminal Justice 3 Teaser Released: ગુનો અને ન્યાય બંને એવી વસ્તુ છે કે, જેમનો સંબંધ એક-બીજા સાથે જોડાયેલો જ હોય છે. ઘણી વખત ગુનો અને ગુનેગાર પોતાની જાતને બચાવવાના લાખ પ્રયત્ન કરે છે પરંતુ ન્યાયની આગળ તેમનું કંઈ ચાલતું નથી અને અંતમાં જીત ફક્ત ન્યાયની જ થાય છે. કંઈક આવી જ વાર્તા છે બોલીવુડ સુપરસ્ટાર પંકજ ત્રિપાઠીની (Pankaj Tripathi) આવનારી વેબ સિરીઝ ક્રિમિનલ જસ્ટિસ 3 (Criminal Justice 3). હાલમાં જ આ વેબ સિરીઝનું દમદાર ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.


દમદાર છે ક્રિમિનલ જસ્ટિસ 3નું ટીઝરઃ


ઉલ્લેખનીય છે કે, ક્રિમિનલ જસ્ટિસ વેબ સિરીઝની પહેલી બે સિઝન ખુબ સફળ રહી હતી. આ બંને સિઝનમાં મિર્જાપુરના કાલીન ભૈયા એટલે કે પંકજ ત્રિપાઠીએ પોતાના દમદાર અભિનયથી ઘણી પ્રસંશા મળી હતી. આ બધાની વચ્ચે હવે ક્રિમિનલ જસ્ટિસ 3ના લેટેસ્ટ ટીઝર વીડિયોમાં પણ પંકજ ત્રિપાઠી માધવ મિશ્રા વકીલના રોલમાં પોતાનો જલવો બતાવી રહ્યા છે. આ વખતે ક્રિમિનલ જસ્ટિસની ટેગ લાઈન "અધૂરા સચ" રાખવામાં આવી છે. જેના હેઠળ માધવ મિશ્રા પોતાના ક્લાયંટને બચાવતો દેખાઈ રહ્યા છે. ટીઝરમાં એક જગ્યાએ માધવ મિશ્રા એ કહેતાં પણ દેખાઈ રહ્યા છે કે, "જીત તમારી કે મારી નથી, જીત હંમેશા ન્યાયની થવી જોઈએ". ક્રિમિનલ જસ્ટિસ 3ના આ ટીઝર વીડિયોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.


ક્યારે રિલીઝ થશે ક્રિમિનલ જસ્ટિસ 3:


મેકર્સની તરફથી અત્યાર સુધીમાં ક્રિમિનલ જસ્ટિસ 3ની સત્તાવાર રિલીઝ તારીખ નથી જણાવાઈ. પરંતુ અનુમાન લગાવામાં આવી રહ્યું છે કે, પંકજ ત્રિપાઠીની આ સિરીઝ આવતા મહિને ડિજ્ની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ કરવામાં આવશે.