Parineeti Chopra and Raghav Chadha: બૉલીવુડની હૉટ ગર્લ અને સ્ટાર અભિનેત્રી પરિણીતી ચોપરા અને AAPના સાંસદ રાઘવ ચઢ્ઢા, પોતાની સગાઈના કારણે ખુબ ચર્ચામાં રહ્યાં છે. આ કપલને હવે લંડનમાં સ્પૉટ કરવામાં આવ્યુ છે. આ કપલને ફેન્સ તરફથી ખુબ જ પ્રેમ મળી રહ્યો છે. જ્યારે પણ બંને એકસાથે જોવા મળે છે ત્યારે ફેન્સ તેમની તસવીરો કેપ્ચર કરી લે છે. હાલમાં પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢા લંડનમાં ક્વૉલિટી ટાઇમ સ્પેન્ટ કરી રહ્યાં છે. યુકેની રાજધાનીમાંથી આ બન્નેની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયામાં સામે આવી છે. જાણો ડિટેલ્સ.... 


તાજેતરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આઇસીસીની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ (IND Vs AUS WTC ફાઈનલ) મેચ રમાઇ રહી છે, આ મેચ જોવા આ સ્ટાર કપલ પહોંચ્યુ છે. બંનેની કેટલીય તસવીરો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે, આ તસવીરમાં તેઓ બન્ને એકસાથે બેસેલા જોઇ શકાય છે. જેમાં અભિનેત્રીએ ગ્રીન બ્લેઝર અને સનગ્લાસ સાથે વ્હાિટ ટ્રાઉઝર અને ટોપ પહેરેલુ છે. 






પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢા બન્ને ક્રિકેટના શોખીન - 
આ કપલ, પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢા બન્ને ક્રિકેટના ખુબ શોખીન છે, આ પહેલા બંને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પણ સાથે જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પરિણીતી અને રાઘવની સગાઈ 13 મે 2023એ દિલ્હીના કપૂરથલા હાઉસમાં થઈ હતી, જેમાં તમામ રાજકારણીઓ અને સ્ટાર્સ સામેલ થયા હતા. 






પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્ન
હવે આ કપલના લગ્નના રિપોર્ટ્સ પણ સતત રિલીઝ થઇ રહ્યાં છે. એવું માનવામાં આવે છે કે પરિણીતી અને રાઘવ આ વર્ષે નવેમ્બરમાં લગ્નના બંધનમાં બંધાશે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે બંને રાજસ્થાનના ઉદયપુરમાં સાત ફેરા લઈ શકે છે. જોકે, બંનેએ હજુ સુધી લગ્નને લઈને ઓફિશિયલ કોઇ માહિતી શેર કરી નથી.