Pathaan Movie Leaked: શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ' સવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે અને તેના ચાહકોમાં તેને લઈને ભારે એક્સાઈટેડ છે. એવી અપેક્ષા છે કે 'પઠાણ' શરૂઆતના દિવસના કલેક્શનમાં વોર અને KGF 2ના રેકોર્ડ તોડી શકે છે. આ બધાની વચ્ચે ફિલ્મ પ્રોડક્શન કંપની યશ રાજ ફિલ્મ્સ માટે ખરાબ સમાચાર એ છે કે કેટલીક પાયરસી સાઇટ્સે ફિલ્મને થિયેટરમાં રિલીઝ થાય તે પહેલા જ ઓનલાઈન અપલોડ કરી દીધી છે.
રિલીઝના થોડા કલાકો પહેલા લીક થઈ પઠાણ
'પઠાણ'ની પાયરસી રોકવા માટે યશ રાજ ફિલ્મ્સે દર્શકોને અપીલ કરી છે કે તેઓ ફિલ્મને લીક ન કરે અને કોઈપણ પ્રકારના વીડિયો શેર ન કરે. આ ઉપરાંત તેઓએ એક ઈમેલ આઈડી જાહેર કર્યો છે જેમાં લોકોને પાઈરેસી અંગે ફરિયાદ કરવાનું કહેવામાં આવ્યું છે. જો કે આ બધાની કોઈ ખાસ અસર જોવા મળતી નથી. અહેવાલ મુજબ પઠાણને Filmyzilla અને Filmy4wap જેવી વેબસાઇટ્સ પર અપલોડ કરવામાં આવી છે. જ્યારે એક વેબસાઈટ કહે છે કે તે CamRip છે. બીજી વેબસાઈટ કહે છે કે તે પ્રી-ડીવીડી રિપ છે.
આ સાઈટ્સ પર અપલોડ થઈ પઠાણ
એક રિપોર્ટ અનુસાર પઠાણ 100 દેશોમાં રિલીઝ થઈ છે, જે કોઈપણ ભારતીય ફિલ્મ માટે સૌથી વધુ છે. ઈન્ટરનેશનલ ડિસ્ટ્રિબ્યુશનના વાઇસ પ્રેસિડેન્ટ નેલ્સન ડિસોઝાએ જણાવ્યું હતું કે પઠાણ કોઈપણ YRF ફિલ્મ માટે અત્યાર સુધીની સૌથી મોટી વિદેશમાં રિલીઝ છે. હકીકતમાં, તે વૈશ્વિક સ્તરે ભારતીય ફિલ્મ માટે સૌથી મોટી રિલીઝ છે.
ફિલ્મનું એડવાન્સ બુકિંગ 14.66 કરોડ રૂપિયાને પાર
ઈન્ડસ્ટ્રીના અહેવાલો અનુસાર ફિલ્મનું એડવાન્સ બુકિંગ 14.66 કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. મોટાભાગની આવક હિન્દી અને તેલુગુ ટિકિટના વેચાણમાંથી આવી છે.
ફિલ્મ પઠાણનું ટ્રેલર પણ લીક થયું હતું
આ પહેલા 'પઠાણ'નું ટ્રેલર પણ લીક થયું હતું અને હવે ફિલ્મ લીક થવાને કારણે ચારેબાજુ ખળભળાટ મચી ગયો છે. અગાઉ પઠાણના એડવાન્સ બુકિંગને ટિકિટ બારી પર જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. નિષ્ણાતોને વિશ્વાસ છે કે શાહરૂખ ખાન સ્ટારર 'પઠાણ' બોક્સ ઓફિસ પર 45 થી 50 કરોડની વચ્ચેની કમાણી કરી શકે છે અને આ આંકડો 60 કરોડ સુધી પણ પહોંચી શકે છે. અત્રે જણાવવાનું કે વર્ષ 2018ની ‘ઝીરો’ પછી આ શાહરૂખ ખાનની મોટા પડદા પર વાપસી છે. આવી સ્થિતિમાં ચાહકો ફિલ્મની રિલીઝને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આવી સ્થિતિમાં જો ફિલ્મ લીક થવાના સમાચાર સાચા નીકળે છે તો તેનાથી મેકર્સને ઘણું નુકસાન થઈ શકે છે.