Pathaan Controversy: શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'પઠાણ'ના ગીત 'બેશરમ રંગ'નો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. 'બેશરમ રંગ'માં દીપિકા પાદુકોણની ભગવા બિકીની પર એટલો બધો હોબાળો થયો કે પછીથી સેન્સર બોર્ડે નિર્માતાઓને ગીતમાં ફેરફાર કરવા કહ્યું. આ બધાની વચ્ચે પાકિસ્તાની ગાયક સજ્જાદ અલીએ પણ 'બેશરમ રંગ' પર નિશાન સાધ્યું છે.


પાકિસ્તાની સિંગરે નામ લીધા વિના 'બેશરમ રંગ' પર નિશાન સાધ્યું


પાકિસ્તાની ગાયક સજ્જાદ અલીએ એક વીડિયો શેર કરીને કહ્યું કે તાજેતરમાં એક નવું ગીત સાંભળ્યા પછી તેને તેનું જૂનું ગીત યાદ આવ્યું. ગયા અઠવાડિયે ઇન્સ્ટાગ્રામ પર સજ્જાદે એક ક્લિપ પોસ્ટ કરી હતી જેમાં તેણે તેનું ગીત 'અબ કે હમ બિછદે' ગાયું હતું. જે બાદ ચાહકોને પાકિસ્તાની સિંગરનું ગીત અને શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'નું 'બેશરમ રંગ' સમાન લાગ્યું. ત્યારે કેટલાક યુઝર્સે 'બેશરમ રંગ' પર પાકિસ્તાની ગાયકના ગીતની નકલ કરવાનો આરોપ લગાવ્યો છે. જો કે, ગાયકે તે ટ્રેકનું નામ આપ્યું નથી જે તેને તેના ગીતની યાદ અપાવે છે.


બેશરમ રંગ પર ચાહકોએ પ્રશ્નો ઉઠાવ્યા


વીડિયોની શરૂઆત સજ્જાદના કહેવાથી થાય છે, "હું યુટ્યુબ પર કોઈ નવું ફિલ્મી સંગીત સાંભળી રહ્યો હતો. મને 25-26 વર્ષ પહેલાંનું મારું એક જૂનું ગીત યાદ આવ્યું, ચાલો હું તેને તમારા માટે ગાઉં," ત્યારબાદ એક ટ્યુન વાગે છે અને ગાયક તેના જૂના ગીત 'અબ કે હમ બિછદે'ની ઘણી પંક્તિઓ ગાય છે. સજ્જાદે તેની પોસ્ટના કૅપ્શનમાં લખે છે એક નવું ફિલ્મ ગીત સાંભળ્યા પછી, મને 26 વર્ષ પહેલા રિલીઝ થયેલા મારા ગીત અબ કે હમ બીછડે’ ની યાદ આપવી દીધી. એન્જોય કરો. પોસ્ટ પર રીએક્શન આપતા એક ફેન્સે લખ્યું, "બેશરમ રંગ આવો લાગે છે..." અન્ય એક ચાહકે કહ્યું, "તે પઠાણના 'બેશરમ રંગ' જેવો લાગે છે.



'પઠાણ' 25 જાન્યુઆરીએ રિલીઝ થશે


તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ 'પઠાણ' 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદે કર્યું છે. 'પઠાણ' બેશરમ રંગનું પહેલું ગીત રિલીઝ થતાં જ તે વિવાદમાં આવી ગયું હતું. ઘણા રાજકારણીઓ અને હિન્દુ સંગઠનોએ ગીતમાં દીપિકા પાદુકોણની ભગવા બિકીની સામે વાંધો ઉઠાવ્યો હતો અને ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગ પણ કરવામાં આવી રહી હતી.