Pathan Movie Live Updates : શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ' થિયેટર્સમાં રીલિઝ, ફેન્સમાં ખુશીનો માહોલ
બોલિવૂડના કિંગ શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ 'પઠાણ' આજે દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.
શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'નો આજે ગ્વાલિયરની સાથે સાથે દેશભરમાં પણ જોરદાર વિરોધ થઈ રહ્યો છે. 'પઠાણ' ફિલ્મ ગ્વાલિયર શહેરમાં ત્રણ મલ્ટિપ્લેક્સ અને ત્રણ સિંગલ સ્ક્રીન થિયેટરમાં પ્રદર્શિત થઈ રહી છે. જેના માટે બજરંગ દળ સહિત તમામ હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે. ગ્વાલિયરમાં બજરંગ દળ વિશ્વ હિંદુ પરિષદ સહિતના હિન્દુ સંગઠનોના કાર્યકરોએ ડીડી મોલમાં મલ્ટીપ્લેક્સનો ઘેરાવ કર્યો હતો. બજરંગ દળ અને વીએચપીના કાર્યકરોએ ડીડી મોલની સામે રોડ બ્લોક કરી દીધો હતો.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પઠાણ ફિલ્મને સાડા ચાર સ્ટાર આપ્યા છે. તેમણે આ ફિલ્મને બ્લોકબસ્ટર ગણાવી છે. તેના રિવ્યુમાં તેમણે લખ્યું હતું કે ફિલ્મમાં સ્ટાર પાવર, સ્ટાઈલ, સ્કેલ, ગીતો, કન્ટેન્ટ અને સરપ્રાઈઝ છે. શાહરૂખે જોરદાર વાપસી કરી છે. તેમણે આ ફિલ્મને વર્ષની પ્રથમ સુપરહિટ ફિલ્મ ગણાવી છે.
ચાહકો શાહરૂખ ખાન સ્ટારરને બ્લોક બસ્ટર ગણાવી રહ્યા છે. શાહરૂખના એક્શન ચાહકોને ફિલ્મ ખૂબ ગમી છે. ચાહકો ફિલ્મ જોયા પછી થિયેટરોની બહાર ઉજવણી કરતા જોવા મળે છે. એક ચાહકે આ સમય દરમિયાન આનો વીડિયો પણ શેર કર્યો છે. જ્હોન અબ્રાહમના એક્શન ચાહકોને ફિલ્મ ખૂબ પસંદ આવી છે.
2023ની સૌથી મોટી ફિલ્મ 'પઠાણ' થિયેટરમાં રિલીઝ થઈ છે. ફિલ્મ જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. થિયેટરોની બહાર લોકોની ભીડ જોવા મળી રહી છે. કિંગ ખાનના ચાહકોમાં ઉજવણીનો માહોલ છે
ભારતમાં આ ફિલ્મ પાંચ હજાર સ્ક્રિન પર રીલિઝ થવા જઇ રહી છે. જ્યારે 100થી વધુ દેશોમાં પઠાણ ફિલ્મ એક સાથે રિલીઝ થશે. મુંબઈ અને દિલ્હીમાં પહેલા જ દિવસ માટે ત્રણ કરોડનું એડવાન્સ બુકિંગ થઈ ગયુ છે. પઠાણ ફિલ્મના એક ગીતને લઈને ભારે વિવાદ શરૂ થયો હતો. જો કે, ફિલ્મ રીલિઝ થાય તે અગાઉ VHPએ જાહેરાત કરી હતી કે તે હવે ફિલ્મ પઠાણનો વિરોધ નહીં કરે. VHPના પ્રદેશ મંત્રી અશોકભાઈ રાવલે કહ્યું કે, અમારી રજૂઆત બાદ સેન્સર બોર્ડે 40 ભૂલ સુધારી છે. આ તરફ અમદાવાદ પોલીસે ફિલ્મ રિલીઝ થવાની પૂર્વ સંધ્યાએ થિયેટર અને સિનેમાઘરોના સંચાલકો સાથે બેઠક કરી હતી. પોલીસે જનતાને કોઈ પણ પ્રકારની અફવામાં ન આવવા અપીલ કરી. તો સોશિયલ મીડિયા પર પણ મુવી અંગે અપપ્રચાર કરનાર કે ખોટી પોસ્ટ કરનારા પર સાયબર ક્રાઈમને નજર રાખવા સૂચના આપવામાં આવી છે.
‘પઠાણ’ફિલ્મના પ્રથમ દિવસે 45થી 50 કરોડના કલેક્શનનો રેકોર્ડ નોંધાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. ફિલ્મને વિદેશોમાં પણ મળેલા જબરદસ્ત પ્રતિસાદને જોતા ફર્સ્ટ વીક એન્ડમાં જ 300 કરોડના ગ્લોબલ કલેક્શનનો આંકડો વટાવી શકે તેવો અંદાજ છે. પઠાણ ફિલ્મના પ્રથમ દિવસે જ દેશભરમાં આઠ લાખથી વધુ ટિકિટ બુક થઈ ગઈ છે. વીક એન્ડ આવતા જ આ આંકડો દસ લાખથી પણ વધારે થશે.
બ્રેકગ્રાઉન્ડ
મુંબઇઃ બોલિવૂડના કિંગ શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ 'પઠાણ' આજે દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.સાથે જ હિંદુ સંગઠનો પણ ફિલ્મના વિરોધમાં રસ્તા પર ઉતરવાની તૈયારી કરી રહ્યા છે. હિંદુ સંગઠનો દ્ધારા વિરોધ પ્રદર્શનની આશંકા વચ્ચે સિનેમા હોલ માલિકોએ સુરક્ષાની માંગ કરી હતી. નોંધનીય છે કે આ ફિલ્મમાં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણની સાથે જ્હોન અબ્રાહમ પણ છે.
યશ રાજ ફિલ્મ્સની થ્રિલર ‘પઠાણ’ 25મી જાન્યુઆરીએ હિન્દી, તમિલ અને તેલુગુમાં વિશ્વભરમાં રિલીઝ થશે. ‘પઠાણ’ 100 થી વધુ દેશોમાં રિલીઝ થશે, જે ભારતીય ફિલ્મ માટે અત્યાર સુધીની સૌથી વધુ છે.
ઈન્ટરનેશનલ ડિસ્ટ્રિબ્યુશનના વાઇસ પ્રેસિડેન્ટ નેલ્સન ડિસોઝાએ જણાવ્યું હતું કે, ‘પઠાણ’ અત્યાર સુધીની કોઈપણ યશરાજ ફિલ્મ્સ માટે સૌથી મોટી વિદેશી રિલીઝ છે. હકીકતમાં તે વૈશ્વિક સ્તરે ભારતીય ફિલ્મ માટે સૌથી મોટી રિલીઝ પણ છે! શાહરૂખ ખાન આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી મોટો સુપરસ્ટાર છે અને તેના કારણે ‘પઠાણ’ની વિશ્વભરમાં રિલીઝની અનોખી માંગ છે, જેના કારણે ફિલ્મનું પ્રમોશન કરવામાં આવી રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -