રેડ બિકીનીમાં દેખાઇ કંગના
ખરેખરમાં એક્ટ્રેસ કંગનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે, જેમાં તે રેડ બિકીનીમાં દેખાઇ રહી છે. આ તસવીર શેર કરતા કંગનાએ લખ્યું- ગુડ મૉર્નિંગ દોસ્તો. હું મારી જિંદગીમાં જે સૌથી એક્સાઇટેડ જગ્યા પર ગઇ છું, તે મેક્સિકો છે. સુંદર, પણ એક અપ્રત્યાશિત જગ્યા. કંગનાની આ તસવીર પર યૂઝર્સ અલગ અલગ રીત પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે.
લોકોએ કંગનાને કરી ટ્રૉલ
શેર કરેલી આ તસવીરમાં એક્ટ્રેસ કંગના રેડ બિકીની પહેરીને બીચ પર બેઠેલી દેખાઇ રહી છે. કેટલાક લોકો કંગનાને ટ્રૉલ કરી રહ્યાં છે, કહી રહ્યાં છે તુ નકલી ઝાંસીની રાની છે, તો વળી કેટલાક લોકોએ તો એવુ પણ કહી દીધુ કે કપડાં ક્યાં છે?
આ પહેલા કંગનાએ ટ્વીટર પર પોતાની મા સાથે એક તસવીર શેર કરી હતી અને લખ્યું હતુ કે મે સાત જ્યોતિર્લિંગના દર્શન કર્યા છે, અને હવુ ઇચ્છુ છુ કે 2021માં કેદારનાથ જઇને મારા આઠ જ્યોતિર્લિંગના દર્શન થઇ જાય, આગામી વર્ષે હુ પુરી જગન્નાથ પણ જવા ઇચ્છુ છુ અને તમે?