સંદિપ સિંહ સુશાંતના મોત બાદ તેના ઘરે પહોંચનારા વ્યક્તિઓમાંનો એક છે, અને તેના પર ડ્રગ્સના આરોપો લાગ્યા છે. સીબીઆઇ ડ્રગ્સ સાથે જોડાયેલા આરોપોને લઇને સંદિપ સિંહની પુછપરછ કરવાની છે. સંદિપ સિંહનુ નામ આગળ આવતા હવે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે બીજેપી પર નિશાન સાધ્યુ ચે. દેશમુખે કહ્યું કે, હવે ફિલ્મ મેકર સંદિપ સિંહ વિરુદ્ધ લાગેલા આરોપીનો તપાસ કરશે, જો કે 2019 લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયૉપિક બનાવવા માટે ફેમસ થયા હતા.
ગૃહમંત્રીએ કહ્યું કે, સીબીઆઇ સંદિપ સિંહ સાથે પુછપરછ કરશે, જેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયૉપિક બનાવી હતી. તેનુ બીજેપી અને ડ્રગ્સ સાથે શુ સંબંધ છે, મને આ વિશે ઘણી બધી ફરિયાદો મળી છે, અમે તપાસ માટે આ ફરિયાદોને આગળ વધારીશું.
આ પહેલા મહારાષ્ટ્ર કોંગ્રેસે શુક્રવારે માંગ કરી હતી કે સુશાંત સિંહ રાજપૂત મામલામાં બીજેપી એન્ગલની પણ તપાસ થવી જોઇએ. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા સચિન સાવંતે કહ્યું હતું કે સીબીઆઇ ડ્રગ ડિલીંગમાં વડાપ્રધાનની બાયૉપિકના નિર્માતાની પાસ કરશે. આમાં ચોક્કસપણે બીજેપીનુ એન્ગલ છે.
પૂર્વ ઓફિસર આરવીએસ મણીએ બૉલીવુડ નિર્માતા સંદિપ સિંહ પર પણ આંગળી ઉઠાવી હતી. જેને દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના સારા મિત્ર હોવાનો દાવો કર્યો હતો. મણીએ કહ્યું કે, કોઇ વ્યક્તિ સંદિપ સિંહ, એટલે સુધી કે સુરજીત સિંહને પણ હેન્ડલ કરી રહ્યો હતો, હેન્ડલર કોણ છે? શું કોર્નસ્ટૉન કનેક્ટેડ છે? દિશા કોર્નસ્ટૉનની કર્મચારી હતી, શું તે ઘણુબધુ જાણતી હતી? અમને નથી ખબર, કોર્નસ્ટૉનનો ખાન પરિવાર સાથે સંબંધ છે, કોર્નસ્ટૉન ઘણાબધા ક્રિકેટરો સાથે જોડાયેલુ છે, ડૉટ્સની અંદર પણ ઘણા બધા ડૉટ્સ છે.