મુંબઇઃ બૉલીવુડ ક્વિન કંગના રનૌત સુશાંત કેસમાં સતત પોતાના નિવેદનોને લઇને ચર્ચામાં રહ્યાં કરે છે. અભિનેત્રી સુશાંતને ન્યાય માટે સોશ્યલ મીડિયા પર અભિયાન પણ ચલાવી રહી છે. તેને તાજેતરમાં નારકૉટિક્સ કન્ટ્રૉલ બ્યૂરોને મદદ પણ રજૂઆત કરી છે. હવે તેને ડ્રગ્સ મામલે મોટુ નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા છે.

તાજેતરમાંજ કંગના રનૌતે પોતાના એક ઇન્ટરવ્યૂ દરમિયાન એક મોટો ખુલાસો કર્યો, કંગનાએ જણાવ્યુ કે, તેને 16 વર્ષની ઉંમરમાં જ મનાલી એટલે કે પોતાનુ ઘર છોડી દીધુ હતુ, જ્યારે તે મુંબઇ આવી તો એક એક્ટર તેનો મિત્ર બની ગયો,તેને પછીથી તેને ફિલ્મોમાં કામ અપાવવામાં મદદ કરી હતી. તે સમયે કંગના એક આન્ટીની સાથે રહેતી હતી. આ એક્ટર દોસ્તે તે આન્ટીને પણ ઇમ્પ્રેસ કરી અને પોતાને કંગનાનો મેન્ટર બનાવી લીધો, ત્યાર બાદ ત્રણેય સાથે રહેવા લાગ્યા હતા.

કંગનાએ આગળ કહ્યું કે, તે શખ્સે આન્ટી સાથે લડાઇ કરીને તેમને ત્યાંથી કાઢી મુક્યા, અને ઘરમાં મને લૉક કરી દીધી. હું કંઇપણ કરતી તેનો સ્ટાફ તેને કહી દેતો. તે મને પાર્ટીમાં લઇને જતો હતો, એક પાર્ટીમા મને નશો અનુભવાયો. અમે નજીક આવવા લાગ્યા. મને અનુભવાયુ કે મારી ડ્રિંક્સમાં કંઇક ભેળવી દેવામાં આવ્યુ હતુ, કેમકે જે કંઇપણ થઇ રહ્યું હતુ તે મારી મરજી વિરુદ્ધ થઇ રહ્યું હતુ. આ કિસ્સા બાદ તે પોતાની જાતને મારો પતિ માનવા લાગ્યા હતો. જ્યારે હુ તેને કહેતી કે તુ મારો બૉયફ્રેન્ડ નથી તો તે મને મારવા માટે ચપ્ચલ ઉછાવતો હતો.



આ ઉપરાંત કંગનાએ જણાવ્યુ કે તે શખ્સ મને દુબઇમાં લોકો સાથે મીટિંગ પર લઇ જતો હતો. મને ડર હતો કે ક્યાંક તે મારી દુબઇમાં સપ્લાય ના કરી દે. જ્યારે મને ફિલ્મ ગેન્ગસ્ટર મળી તો શૂટ પર ના જઇ શકુ તે માટે તે મને ઇન્જેકેશન આપવા લાગ્યો હતો. તે સમયે અનુરાગ બાસુએ મારી મદદ કરી હતી. વળી, કંગનાએ સુશાંત વિશે વાત કરતા કહ્યું કે, રિયાએ ડ્રગ્સ કોઇ બીજા દેશમાંથી અરેન્જ કરીને મંગાવ્યો હશે, સાથે કંગનાએ કહ્યું બૉલીવુડ સ્ટાર્સની વાઇફ આવી ડ્રગ્સ પાર્ટીઓ હૉસ્ટ કરે છે.