અભિનેત્રીએ પોતાની તસવીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. આ તસવીરમાં તમે જોઈ શકો છો કે, વાણી કપૂર ક્રોપ ટોપ પહેરેલું જોઈ શકો છો. આની પર ‘હરે રામ’ પ્રિન્ટ કરેલું છે. આ ડ્રેસ પર વાંધો ઉઠાવતાં ઘણાં સોશિયલ યુઝર્સે તેની ટીકા પણ કરી હતી. ટ્વિટર યૂઝર્સનું માનવું છે કે, તેનું આ વલણ ધાર્મિક સંવેદનશીલતાને દર્શાવે છે.
ત્યાર બાદ મુંબઈના એક વ્યક્તિએ તેની વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં કહેવામાં આવ્યું છે કે, વાણીએ તેની ધાર્મિક ભાવનાઓને દુખ પહોંચ્યું છે. સોશિયલ મીડિયા પર લોકોએ વાણી કપૂરને બોટકોટ કરવાની વાતો શરૂ કરી દીધી હતી. આ લોકોએ આરોપ લગાવ્યો છે કે, વાણી કપૂરે જાણી જોઈએને ભગવાનનું નામ લખાવ્યું છે.