Bikini Pics - Shefali Jariwala Photos: બિગ બૉસ 13 માં દેખાઇ ચૂકેલી અને કાંટા લગા ગર્લ તરીકે જાણીતી થયેલી એક્ટ્રેસ શેફાલી ઝરીવાલાએ ફરી ફેન્સ સાથે ખાસ તસવીરો શેર કરી છે, આ વખતે તેને બૉલ્ડ મોનોકની તસવીરોમાં પોતાના હૉટ અવતાર બતાવ્યો છે, એક્ટ્રેસની બીચ પરની તસવીરો અત્યારે સોશ્યલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે. ખાસ વાત છે કે એક્ટ્રેસ શેફાલી ઝરીવાલા અત્યારે માલદીવમાં વેકેશન એન્જૉય કરી રહી છે, અહીંથી તેને પોતાની બિકીની ફોટોશૂટની ચાર તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે. 


આ તસવીરોમાં લૂકની વાત કરીએ તો એક્ટ્રેસ એક સ્પીડ બૉટ પર બેસેલી છે, અને તેને સનગ્લાસીસ પહેરીને દેખી શકાય છે. આ તસવીર કેપ્ચર કરતી વખતે એક્ટ્રેસે વ્હાઇટ કલરની વન પીસ ટ્રાન્સપરન્ટ બિકીની મોનોકની ડ્રેસ પહેરેલો છે, વળી, બીજી તસવીરમાં એક્ટ્રેસ બૉલ્ડ થતાં તે બૉટ પર કેમેરાની સામે ડ્રેસ ઉતારી રહી છે. વળી, ત્રીજી તસવીરની વાત કરીએ તો તે પલાથી વાળીને બેસેલી છે, અને કેમેરાની સામે એકથી એક બૉલ્ડ પૉઝ આપી રહી છે, અને ચોથી તસવીરમાં શેફાલી ઝરીવાલા થમ્સઅપની સાઇન બતાવીને ફોટોશૂટ કરાવી રહી છે. તેના ચહેરા પર સ્માઇલ પણ છે.






શેફાલી ઝરીવાલાએ આ તસવીરો શેર કરતા લખ્યુ છે- સાલ્ટી બ્રીઝ અને સેન્ડી ટૉઝને મિસ કરી રહી છું. આ તસવીરો પર હજારોની સંખ્યામાં લાઇક્સ અને કૉમેન્ટ આવી રહી છે, કેટલાક તેને જલપરી કહીને કૉમેન્ટ કરી રહ્યાં છે. 






ઉલ્લેખનીય છે કે, શેફાલી ઝરીવાલા પહેલીવાર કાંટા લગા ગીતના કારણે ખુબ ફેમસ થઇ ગઇ હતી, તેને કેટલાય શૉમાં લાઇવ પરફોર્મન્સ આપ્યુ હતુ. આ પછી તેને સલમાન ખાન અને અક્ષય કુમારની ફિલ્મ મુજસે શાદી કરોગેમાં પણ કામ કર્યુ હતુ. 






જોકે, આ પછી તે મોટા પડદા પરથી ગાયબ થઇ ગઇ હતી. તે તાજેતરમાં જ બિગ બૉસ 13માં દેખાઇ હતી. પરંતુ શૉ જીતી શકી ન હતી. આ ઉપરાંત કેટલાક મ્યૂઝિક વીડિયોમાં પણ કામ કરી ચૂકી છે.