RRR સ્ટાર રામ ચરણ અને તેની પત્ની ઉપાસના ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. થોડા દિવસો પહેલા આ સ્ટાર કપલે ખૂબ જ ક્યૂટ અંદાજમાં ફેન્સને પોતાની પ્રેગ્નન્સીના સમાચાર આપ્યા હતા. આ પછી હવે સુપરસ્ટાર રામ ચરણની પત્ની ઉપાસનાએ પ્રેગ્નેન્સીના સમાચાર બાદ સૌપ્રથમ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોમાં રામ ચરણની પત્ની તેની પ્રેગ્નન્સીનો આનંદ માણી રહી છે અને પરિવારના નજીકના સભ્યો સાથે ખુશીની પળો શેર કરતી જોવા મળે છે. ઉપાસના કામીનેનીની આ તસવીરોએ ચાહકોનું પણ દિલ જીતી લીધું હતું. જ્યારે આ તસવીરો જોઈને ઘણા સ્ટાર્સ તેને માતા બનવાની શુભેચ્છાઓ આપી રહ્યા છે.


ઉપાસના તેની પ્રેગ્નેન્સીની દરેક ક્ષણને માણી રહી છે 


પ્રેગ્નેન્સીના સમાચાર બાદ ઉપાસના કામીનેનીએ તેનો નૂરાની ચહેરો બતાવ્યો હતો. રામ ચરણની પત્ની ઉપાસના તેની પ્રેગ્નન્સીની દરેક ક્ષણનો આનંદ માણી રહી હોય તેવું લાગી રહ્યું છે. સાઉથ સ્ટારની પત્ની ઉપાસનાની આ પહેલી પ્રેગ્નન્સી છે. રામ ચરણ અને ઉપાસના ટૂંક સમયમાં માતા-પિતા બનવાના સમાચાર પછી, પરિવારના સભ્યો તેમને અભિનંદન આપવા માટે સ્ટાર કપલના ઘરે પહોંચ્યા. રામ ચરણ અને તેમની પત્ની ઉપાસના કામીનેનીને તેમના નજીકના સંબંધીઓએ આ ખાસ ક્ષણ માટે અભિનંદન પાઠવ્યા છે.






ઉપાસના કામીનેનીએ ગ્રુપ ફોટો ક્લિક કર્યો


રામ ચરણની પત્ની ઉપાસના કામીનેનીએ પરિવારના નજીકના સભ્યો સાથે એક ગ્રુપ ફોટો ક્લિક કર્યો હતો. જે હાલ વાયરલ થઈ રહ્યો છે. ચિરંજીવીની પુત્રવધૂ ઉપાસના કામિનેની અને પુત્ર રામ ચરણે થોડા દિવસો પહેલા આ સુંદર પોસ્ટ દ્વારા ગુડ ન્યૂઝ આપ્યા હતા.


ઉપાસના કામિનેની પોતાને અરીસામાં જોઈ રહી હતી


માતા બનવાના સમાચાર બાદ ઉપાસના કામીનેનીએ પોતાની આ ખૂબ જ ક્યૂટ તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. જેમાં તે પોતાની જાતને અરીસામાં જોતી જોવા મળી હતી.


લગ્નના 10 વર્ષ બાદ ઉપાસના કામિનેની માતા બનશે


તમને જણાવી દઈએ કે ફિલ્મ સ્ટાર રામ ચરણ અને ઉપાસના કામીનેનીએ થોડા સમય પહેલા તેમની 10મી લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી હતી. આ સ્ટાર કપલ લગ્નના 10 વર્ષ બાદ માતા-પિતા બનશે.