Pushpa 2 The Rule Postponed: અલ્લૂ અર્જૂનની બ્લૉકબસ્ટર ફિલ્મ 'પુષ્પા'ની સિક્વલ 'પુષ્પાઃ ધ રૂલ' વર્ષ 2024ની મૉસ્ટ અવેટેડ ફિલ્મ છે. જે ફેન્સ આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેઓ આ સમાચારથી ચોંકી શકે છે. ખરેખરમાં, અફવાઓ ફેલાઈ રહી છે કે 'પુષ્પા 2'ની રિલીઝ ડેટ આગળ વધારી દેવામાં આવી છે. આ સમાચાર બાદ ફેન્સ ખૂબ જ નિરાશ છે.


‘પુષ્પા 2’ 15 ઓગસ્ટે નહીં થાય રિલીઝ ? 
'પુષ્પાઃ ધ રૂલ' 15 ઓગસ્ટે રિલીઝ થવાની હતી, પરંતુ હવે એવી અફવા છે કે ફિલ્મની રિલીઝ ડેટ લંબાવવામાં આવી છે. એટલે કે, અફવાઓ અનુસાર, આ ફિલ્મ તેની નિર્ધારિત રીલિઝ તારીખે થિયેટરોમાં નહીં આવે હકીકતમાં, 12 જૂને, 'પુષ્પા 2' થોડા મહિના માટે મુલતવી રાખવાની અફવાઓ સોશિયલ મીડિયા પર ફેલાઈ હતી. જોકે, 'પુષ્પાઃ ધ રૂલ'ના નિર્માતાઓએ હજુ સુધી ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.


‘પુષ્પા 2’ કેમ થઇ પૉસ્ટપૉન ? 
અફવાઓ અનુસાર, પુષ્પા 2 ની રિલીઝ ડેટ મોકૂફ રાખવાનું કારણ એ છે કે ફિલ્મ હજી પૂરી થઈ નથી. નિર્દેશક સુકુમારે હજુ પણ ફિલ્મનું શૂટિંગ અને પોસ્ટ પ્રોડક્શનનું કામ પૂર્ણ કર્યું નથી.






બૉલીવૂડ હંગામાના અહેવાલ મુજબ, એક આંતરિક વ્યક્તિએ ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખવાની અફવાઓ અંગે માહિતી આપી છે. સૂત્રે જણાવ્યું હતું કે, “પુષ્પા 2 યોજના મુજબ 15 ઓગસ્ટે સ્ક્રીન પર આવશે કે કેમ તે ખરેખર મુલતવી રાખવામાં આવશે કે કેમ તે અંગે હજુ કોઈ ચોક્કસ જવાબ નથી. હાલમાં, નિર્માતાઓ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છે અને આગામી દિવસોમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે.


'પુષ્પા: ધ રૂલના ટીઝર અને બે ગીતો થઇ ચૂક્યા છે રિલીઝ 
આ બધાની વચ્ચે તમને જણાવી દઈએ કે 'પુષ્પા 2'ના નિર્માતાઓએ ફિલ્મના ટીઝર અને બે ગીતો રિલીઝ કર્યા છે. નિર્દેશક સુકુમાર અને અલ્લુ અર્જૂનની 'પુષ્પાઃ ધ રૂલ' ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ'ની સિક્વલ છે, 'પુષ્પા 1' ડિસેમ્બર 2021માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, આ ફિલ્મે બૉક્સ ઓફિસ પર આગ લગાવી દીધી હતી. અલ્લુ અર્જૂન, ફહાદ ફાસિલ અને રશ્મિકા મંદન્ના સ્ટારર ફિલ્મની સિક્વલ એક વર્ષથી વધુ સમયથી બની રહી છે.