બૉક્સ ઓફિસ પર 'પાનીપત' સારી કમાણી કરી છે. અર્જૂન કપૂર અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મની કહાની એક ઐતિહાસિક ઘટના પર આધારિત છે, પણ હવે રાજસ્થાનમાં આ ફિલ્મનો ગલી ગલીમાં લોકો દ્વારા વિરોધ થઇ રહ્યો છે.
આ મામલે હવે રાજસ્થાનમાં જાટ સમુદાયના લોકોએ આંદોલન કરવાની પણ ચિમકી આપી છે. તેમની માંગ છે કે ફિલ્મમાં યોગ્ય રીતે પાત્રોને બતાવવામાં આવે.
ગેહલોતો કહ્યું કે, 'કોઇપણ જાતિ ધર્મનુ અપમાન થાય છે તો આનાથી લોકોને તકલીફ પડે છે, આનાથી બચવુ જોઇએ.'
શું છે વિરોધનું કારણ....
રાજસ્થાનના લોકોનુ માનવું છે કે ફિલ્મ 'પાનીપત'માં મહારાજા સૂરજમલને લાલચી શાસક બતાવવામાં આવ્યો છે. જેના કારણે રાજસ્થાનમાં લોકો આનો ખુબ વિરોધ કરી રહ્યાં છે. ઉપરાંત ફિલ્મમાં સૂરજમલનો બ્રજ ઉપરાંત અન્ય ભાષા બોલવાનો પણ વિરોધ થઇ રહ્યો છે.
એટલુ જ નહીં ઇતિહાસકાર પણ ફિલ્મ પર આરોપ લગાવી રહ્યાં છે કે, 'પાનીપત'માં મહારાજા સૂરજમલના પાત્રને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યુ છે, જે યોગ્ય નથી. ખરેખરમાં આ પાત્રને ઇતિહાસ પ્રમાણે દર્શાવવુ જોઇતુ હતુ.