બોલિવૂડના દબંગ ખાન માટે કાળિયાર હરણ કેસમાં રાહતના સમાચાર સામે આવ્યા છે. હકિકતમાં રાજસ્થાન હાઈકોર્ટે સલમાન ખાન તરફથી દાખલ કરવામાં આવેલી ટ્રાન્સપર અરજીનો સ્વિકાર કરી લીધો છે. તેનાથી હવે દરેક કેસની સુનાવણી એક સાથે કરવામાં આવશે. હાઈકોર્ટમાં આ નિર્ણય બાદ હવે સલમાન ખાનને વાંરવાક કોર્ટમાં હાજરી નહીં આપવી પડે.
આ સુનાવણી દરમિયાન સલમાન ખાનની બહેન રહી હાજર
સોમવારે હાઈકોર્ટમાં સલમાન ખાનના વકીલે તેમનો પુરો પક્ષ રાખ્યો હતો. ત્યાર બાદ હાઈકોર્ટે તેમનો નિર્ણય સંભળાવ્યો હતો. આ સુનાવણી દરમિયાન સલમાન ખાનની બહેન અલવીરા હાજર રહી હતી. હકિકતમાં આ સમગ્ર કેસ કાળા હરણના ગેરકાયદે શિકાર સાથે જોડાયેલો છે.
જાણો શું છે કાળા હરણનો કેસ
હકિકતમાં સલનમાન ખાન 1998માં સપ્ટેમ્બરમાં રાજસ્થાનના જોધપુરમાં હમ સાથ સાથ હે ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો. જે સમયે તેમની સાથે તેના સાથી કલાકારો સૈફ અલી ખાન,સોનાલી બેન્દ્રે,તબ્બુ અને નિલમ સાથે શિકાર કરવા માટે ગયા હતા. તેમના પર આરોપ છે કે તેમણે ત્યાં સરંક્ષિત કાળા હરણનો શિકાર કર્યો. 27,28 સપ્ટેમ્બર, 01 ઓક્ટોબર અને 02 ઓક્ટોબરના રોજ શિકાર કરવામાં આવ્યો હતો. સાથી કલાકારો પર સવૃલમાન ખાનને ઉશ્કેરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ સલમાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ સલમાન ખાન સિવાય બાકીના તમામ લોકોને કોર્ટે છોડી મૂકયા હતા.
સલમાન ખાન સામે 4 કેસ ચાલી રહ્યા છે
મથાનિયા અને ભવાદમાં બે ચિંકારાના શિકારને લઈને બે અલગ અલગ કેસ નોંધવામાં આવ્યા હતા. આ ઉપરાંત કાળા હરણના શિકારને લઈને જોધપુરની નિચલી કોર્ટમાં સલમાન ખાનને દોષીત જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે લાઈસન્સની તારીખ પુરી થઈ ગઈ હોવા છતા 32 અને 22 બોરની રાઈફલ રાખવાનો આરોપ છે. ચોથો કેસ આર્મ્સ એક્ટ હેઠળ દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે સજા પણ મળી ચૂકી છે. તમને જણાવી દઈએ કે કાંકલી ગામની સરહદમાં બે કાળા હરણનો શિકાર કરવાના મામલે સલમાન ખાનને ટ્રાયલ કોર્ટે દોષી જાહેર કરતા 5 વર્ષની સજા સંભળાવી હતી. આ મામલે સલમાન ખાનની ધરપકડ પહેલા જ થઈચ ચૂકી છે. હાલમાં અભિનેતા જમાનત પર બહાર છે.