Rajkummar Rao and Patralekhaa Marriage:બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવ અને પત્રલેખા લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. પત્રલેખાએ ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરતા લખ્યું કે મે આજે લગ્ન કરી લીધા છે. મારા પ્રેમી, મારા ક્રાઇમ પાર્ટનર, મારો પરિવાર, મારી આત્મા સાથી... છેલ્લા 11 વર્ષોથી મારો સૌથી સારો દોસ્ત, તારી પત્ની હોવા કરતા મોટી કોઇ ભાવના નથી.


રાજકુમાર રાવે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે અંતે 11 વર્ષો પ્રેમ, રોમાન્સ, મિત્રતા અને મસ્તી બાદ મારી આત્મા, મારી સૌથી સારી મિત્ર, મારો પરિવાર, આજે લગ્ન કરી લીધા. આજે મારા માટે તારો પતિ કહેવા સિવાયથી મોટી કોઇ ખુશી નથી પત્રલેખા.. હંમેશા માટે...અને તેનાથી પણ આગળ...


 






બંન્નેએ શનિવારે ચંડીગઢમાં સગાઇ કરી હતી. તેઓએ ન્યૂ ચંડીગઢના ધ ઓબેરોય સુખવિલાસ સ્પા રિસોર્ટમાં એક પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં ફિલ્મનિર્માતા ફરાહ ખાન અને એક્ટર સાકિબ સલીમ સિવાય અનેક નજીકના મિત્રો સામેલ થયા હતા.