Rajveer Deol Paloma's Dono Release Date: બૉલીવુડની ફિલ્મ ગદર 2 અત્યારે  ખુબ જ ચર્ચામાં છે. બૉક્સ ઓફિસ પર સતત 10 દિવસથી ધરખમ કમાણી કરી રહી છે. લાંબા સમય બાદ આવેલી ફિલ્મ ગદર 2માં સની દેઓલ અને અમિષા પટેલની જોડીએ બધાને આકર્ષ્યા છે. હવે સમાચાર છે કે, સની દેઓલ બાદ હવે તેનો નાનો દીકરો રાજવીર દેઓલ પણ ફિલ્મોમાં ધમાલ મચાવવા તૈયાર છે, અને તેના માટે ખાસ પ્લાનિગ કરવામાં આવ્યુ છે. આ દરમિયાન સનીના નાના દીકરા રાજવીરની ડેબ્યૂ ફિલ્મ 'દોનો'ની રિલીઝ ડેટ પણ સામે આવી ગઈ છે. 'દોનો'ના નિર્માતાઓએ શનિવારે જણાવ્યું કે આ ફિલ્મ 5 ઓક્ટોબર, 2023એ સિનેમાઘરોમાં રિલીઝ થશે. એક્ટ્રેસ પાલોમા 'દોનો'માં રાજવીરની અપૉઝિટ જોવા મળશે. પલોમા જાણીતી અભિનેત્રી પૂનમ ધિલ્લોનની દીકરી છે. રાજવીરની જેમ આ પણ પાલોમાની ડેબ્યૂ ફિલ્મ છે. ડેબ્યૂ કરી રહેલા સ્ટારકિડ્સના માતા-પિતા સની દેઓલ અને પૂનમ ધિલ્લોન પણ સાથે કામ કરી ચૂક્યા છે.


રાજશ્રીએ બનાવી છે ફિલ્મ - 
રાજવીર દેઓલ અને પાલોમાની ડેબ્યૂ ફિલ્મ 'દોનો'ને અવનીશ બડજાત્યાએ પ્રૉડ્યૂસ કરી છે. અવનીશ સૂરજ બડજાત્યાનો દીકરો છે. નિર્દેશક તરીકે આ તેની ડેબ્યૂ ફિલ્મ છે. રાજશ્રી 33 વર્ષ પછી નવા ચહેરા સાથે પાછી ફરી છે. 1989ની મૈંને પ્યાર કિયા પછી પહેલીવાર રાજશ્રીની ફિલ્મમાં હીરો અને હિરોઈન બંને નવા છે.


દોસ્તના લગ્નમાં મળવાની કહાની છે 'દોનો'
'દોનો' એક રૉમેન્ટિક ફિલ્મ છે. હીરો અને હીરોઈન બંને લગ્નમાં જાય છે. હીરો કન્યાનો મિત્ર છે અને નાયિકા વરની મિત્ર છે. અહીં બંને મળે છે અને પ્રેમમાં પડે છે. ફિલ્મમાં રાજવીર દેવનું પાત્ર ભજવે છે જ્યારે પાલોમા મેઘનાનું પાત્ર ભજવે છે.