મુંબઇઃ ડ્રામા ક્વિન રાખી સાવંત ફરી એકવાર પોતાની ઇન્સ્ટાગ્રામ પૉસ્ટને લઇને ચર્ચામાં આવી છે. પણ આ વખતે તે પોતાના ડ્રામાને લઇને નહીં પણ એક ગંભીર મુદ્દો, કોરોના વાયરસ પર વાત કરીને ચર્ચામાં આવી છે. રાખી સાવંતે પોતાના વીડિયોમાં કોરોના વાયરસથી બચવાનો દેસી ઉપાય બતાવ્યો છે, અને પોતાના ફેન્સને વાયરસને અટકાવા પ્રયાસ કરવા અપીલ કરી કરી છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ દુનિયાભરમાં હાલ ફેલાઇ રહ્યો છે, અને તે દિવસે દિવસે ગંભીર રૂપ ધારણ કરી રહ્યો છે. કોરોનાને રોકવા અને વધતો અટકાવા તેમજ તેનાથી બચવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને દરેક દેશને ખાસ અપીલ કરી છે. હવે આ લિસ્ટમાં રાખી સાવંતે એક વીડિયો પૉસ્ટ કરીને પોતાના ફેન્સને ખાસ અપીલ કરી છે.

ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને રાખી સાવંતે પોતાના ફેન્સને કહ્યું કે, આ વર્ષે હોળી ના રમો, તમે એક વર્ષ માટે હોળી રમવાનુ છોડી દો, જેથી કોરોના વાયરસ ફેલાતો અટકી જશે. કેમકે રાખીને મતે હોળીના ફૂગ્ગાઓ અને ટૉચ ચીનમાં બન્યા છે. એટલે વાયરસ આવી શકે છે.


રાખીનુ માનવુ છે કે જો હોળીની આ વસ્તુઓ ભારતમાં આવશે તો ચીનનો કોરોના વાયરસ પણ ભારતમાં આવી શકે છે. એટલે તમે બધા બસ, આ વર્ષ માટે હોળી રમવાનુ છોડી દો, અને હોળી ના રમીને સ્વાસ્થ્યને સાચવો.