કોરોના પોઝિટિવ આવ્યા પહેલાં રકુલ હૈદરાબાદમાં 'મેડે'નું શૂટિંગ કરતી હતી. ફિલ્મમાં તેની સાથે અજય દેવગન, અમિતાભ બચ્ચન છે. ફિલ્મમાં તે પાયલોટના રોલમાં જોવા મળશે. અજયે 11 ડિસેમ્બરના રોજ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું. ફિલ્મ 2022માં 29 એપ્રિલે રિલીઝ થશે.
ઉલ્લેખનીય છે કે બોલિવૂડમાં ઘણા સેલેબ્સ કોરોનાની ચપેટમાં આવી ગયા હતા. હાલમાં જ ચંદીગઢમાં ફિલ્મ 'જુગ જુગ જિયો'ના શૂટિંગ દરમિયાન વરુણ ધવન, નીતુ સિંહ, મનિષ પોલ તથા ડિરેક્ટર રાજ મહેતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.