Rakul Preet Singh Pehli Rasoi:અભિનેત્રી રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીએ 21 ફેબ્રુઆરીએ ગોવામાં લગ્ન કર્યા હતા. બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમના શાહી લગ્ન ટોક ઓફ ધ ટાઉન બની ગયા છે. નવપરિણીત રકુલની સાસરિયાંના ઘરના પહેલી રસોઇ હતી. રસોડામાં શું તૈયાર કર્યું તેની ઝલક ચાહકો સાથે શેર કરી છે. રકુલ પ્રિત સિંહે પહેલી રસોઇમાં સોજીનો હલવો તૈયાર કર્યો હતો, આ સ્વીટ ડિશ તેમણે ઇન્સ્ટા પર શેર કરી છે.
રકુલ પ્રીત સિંહની પહેલી રસોઇ
રકુલ પ્રીત સિંહે પહેલી રસોઇ માટે ખાસ સ્વીટ બનાવી હતી. તેણીએ તેના સાસરિયાઓ માટે સોજીનો હલવો બનાવી. તેણે જે ફોટો શેર કર્યો છે તેમાં હલવો એક બાઉલમાં રાખવામાં આવ્યો છે. ફોટોના કેપ્શનમાં તેણે લખ્યું- Chauka Chardhana.
રકુલ પ્રીત સિંહ અને જેકીની વાત કરીએ તો બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંને ઘણીવાર સાથે જોવા મળતા હતા. 21 ફેબ્રુઆરીએ તેમના લગ્ન થયા હતા. તેમના લગ્ન ગોવામાં થયા હતા. રકુલ પ્રીતે તેના લગ્નમાં પેસ્ટલ રંગનો લહેંગા પહેર્યો હતો. તેણે ફુલ સ્લીવ બ્લાઉઝ અને હેવી નેકલેસ સાથે આ લુક કમ્પ્લીટ કર્યો હતો. જેકી પણ કલર કોર્ડિનેટેડ આઉટફિટમાં જોવા મળ્યો હતો. તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
લગ્ન પછી તેના ફર્સ્ર્ટ લૂકની વાત કરીએ તો, રકુલ પીળા રંગના અનારકલી સૂટમાં જોવા મળી હતી. તેમને માથામાં સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર પહેર્યું હતું. જેકી ક્રીમ કલરના કુર્તામાં હેન્ડસમ લાગી રહ્યો હતો. તેણે બ્લેક શેડ્સ પણ પહેર્યા હતા. ચાહકોને રકુલ અને જેકીની જોડી ખૂબ જ પસંદ આવી રહી છે.
આ ફિલ્મોમાં રકુલ પ્રીત સિંહ જોવા મળશે
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રકુલ સાઉથ અને બોલિવૂડ બંનેમાં એક્ટિવ છે. રકુલ છેલ્લે ફિલ્મ અયલાનમાં જોવા મળી હતી. હવે તે મેરી પટની કા રિમેક અને ઈન્ડિયન 2માં જોવા મળશે. બંને ફિલ્મોનું શૂટિંગ ચાલી રહ્યું છે. જેકીએ પોતાના કરિયરની શરૂઆત એક્ટર તરીકે કરી હતી. પરંતુ તેમાં તે એટલો સફળ ન રહ્યો હવે જેકી ફિલ્મો બનાવે છે. બડે મિયાં છોટે મિયાં, ગણપથ 2, સૂર્યપુત્ર મહાવીર કર્ણ અને મિશન લાયન જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી રહ્યાં છે.