Rambha Car Accident: બૉલીવુડ ફેન્સ માટે એક ખરાબ સમાચા સામે આવ્યા છે, 'જુડવા', 'બંધન' અને 'ઘર વાલી બાહર વાલી' જેવી બૉલીવુડ ફિલ્મોમાં અભિનય કરીને દર્શકોના દિલમાં જગ્યા બનાવનારી એક્ટ્રેસ રંભા (Rambha)ની કારને અકસ્માત નડ્યો છે.


સમાચાર છે કે એક્ટ્રેસ બૉલીવુડથી દુર અત્યારે કેનેડામાં રહે છે, અને ત્યાં આજે રંભાનો કેનેડામાં કાર (Rambha Car Accident) અકસ્માત થઇ ગયો છે. એક્સિડેન્ટના સમયે ગાડીમાં તેની સાથે બાળકો અને નાની પણ હતી, આ અકસ્માતમાં તમામ લોકો ઘાયલ થયા છે, પરંતુ એક્ટ્રેસની દીકરી સાશા હજુ પણ હૉસ્પીટલમાં ભરતી છે. 


કેનેડામા થયો રંભાનો કાર અકસ્માત 
એક્ટ્રેસ રંભાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી હૉસ્પીટલમાંથી દીકરીની તસવીર શેર કરી છે, આ તસવીરમાં ડૉક્ટરોની ટીમ સાશાની ટ્રીટમેન્ટ કરતી દેખાઇ રહી છે. તસવીર શેર કરતા રંભાએ લખ્યું- સ્કૂલમાંથી બાળકોને પિક કર્યા બાદ અમારી કારને બીજી કારે ચોરા પર જ ટક્કર મારી દીધી. કારમાં બાળકોની સાથે હુ અને નાની. અમે સુરક્ષિત છીએ. સામાન્ય ઇજા પહોંચી છે, મારી નાની સાશા હજુ પણ હૉસ્પીટલમાં છે, પ્લીઝ અમારા માટે પ્રાર્થના કરો. તમારી પ્રાર્થના ખુબ મહત્વ રાખે છે #pray #celebrity #accident.'






એક્ટ્રેસ રંભાની ઘાયલ દીકરી હૉસ્પીટલમાં - 
રંભાએ બીજી એક તસવીર પણ શેર કરી છે,જેમાં તેની કાર ક્ષતિગ્રસ્ત દેખાઇ રહી છે. જોકે, રાહતની વાત છે કે, કારમાં બેસેલા લોકોને સામાન્ય ઇજા જ પહોંચી છે, કોઇ મોટી ઇજા નથી થઇ.






ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસ રંભાએ હિન્દી ફિલ્મોની સાથે સાથે તામિલ, તેલુગુ, મલયાલમ, બંગાળી, ભોજપુરી અને અંગ્રેજી ફિલ્મોમાં કામ કર્યુ છે. એક્ટ્રેસ રંભાએ મલયાલમ ફિલ્મ 'સરગમ' (1992)થી પોતાની અભિનય કેરિયરની શરૂઆત કરી હતી.