Ranbir Kapoor Phone Wallpaper: બોલિવૂડ એક્ટર રણબીર કપૂર પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. તે પરફેક્ટ ફેમિલી મેન પણ છે. જે રીતે તે પત્ની આલિયા ભટ્ટ અને પુત્રી રાહાની સંભાળ રાખે છે...તેને જોયા બાદ આ જ કહેવાય છે. હાલમાં જ તે મુંબઈના એક પ્રોડક્શન હાઉસમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન બધાની નજર તેના ફોનના વોલપેપર પર ગઈ. જેને જોઈને ફેન્સ કહી રહ્યા છે કે આ સંસ્કારી છોકરો છે. હા, રણબીર કપૂરના મોબાઈલ વૉલપેપરમાં પિતા અને દિવંગત અભિનેતા ઋષિ કપૂર સિવાય અન્ય કોઈની તસવીર નથી. આવો અમે તમને રણબીર કપૂરના ફોનની આ તસવીર પણ બતાવીએ.


રણબીર કપૂરના મોબાઈલના વોલપેપર પર પિતા ઋષિ કપૂરનો ફોટો 


બોલિવૂડ એક્ટર રણબીર કપૂર ગુરુવારે T-Series ઓફિસમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન પાપારાજીએ તેમની ઘણી તસવીરો ખેંચી હતી. આ દરમિયાન તેના ફોનનું વોલપેપર પણ સામે આવ્યું હતું. જેમાં ઋષિ કપૂરની તસવીર જોવા મળી હતી. જેને જોઈને ચાહકો વાહ પુત્ર વાહ કહી રહ્યા છે. તું સંસ્કારી પુત્ર છે.






કેવી રીતે થયું બોલિવૂડ દિગ્ગજ ઋષિ કપૂરનું મૃત્યુ?


જણાવી દઈએ કે 30 એપ્રિલ 2020 ના રોજ 67 વર્ષની વયે ઋષિ કપૂરનું અવસાન થયું હતું. તેઓને કેન્સર હતું. તેમના મૃત્યુના લગભગ 2 વર્ષ પહેલા તેમને લ્યુકેમિયા કેન્સર થયું હતું. જેના માટે તેઓ સારવાર અર્થે અમેરિકા પણ ગયા હતા .પરંતુ તે કેન્સર સામેની લડાઈ જીતી શક્યા ન હતા. અને લાંબી સારવાર બાદ તેઓએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.


રણબીર- આલિયાની લવ સ્ટોરી


જણાવી દઈએ કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ 4 વર્ષથી રિલેશનશિપમાં હતા. વર્ષ 2018માં ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ના શૂટિંગ દરમિયાન બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા. બંનેએ 14 એપ્રિલ 2022ના રોજ લગ્ન કર્યા હતા. હાલમાં જ બંને પેરેન્ટ્સ બન્યા છે. તેમના ઘરે દીકરી રાહાનો જન્મ થયો છે.