Tunisha Sharma Suicide Case: અભિનેતા શિઝાન ખાનની માતાએ તુનિષા શર્મા સાથે તેના 21માં જન્મદિવસ પર કથિત ચેટ શેર કરી છે. ચેટ્સ વાંચ્યા પછી ખબર પડે છે કે તુનિષા શિઝાનની માતા સાથે ખૂબ જ નજીકના સંબંધો શેર કરતી હતી. ચેટમાં તુનીશાએ શીજાનની માતાને પોતાના દિલની વાત કહી છે. બદલામાં શીજાનની માતાએ અભિનેત્રીના સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવી છે, તેના પર પ્રેમ વરસાવ્યો છે.


તુનિષા અને શિઝાનની માતાની ચેટ થઈ વાયરલ 


તુનિષાએ કથિત ચેટમાં લખ્યું, “જ્યારે કોઈ મારી પડખે ઊભું નહોતું ત્યારે હું તમને ઓળખતી હતી અને તમે હંમેશા મારી સાથે ઊભા હતા. હું તમને બંનેને ખૂબ પ્રેમ કરું છું. ચિંતા કરશો નહીં બધું સારું થઈ જશે. હું અહીં તમારી સાથે છું," જેના જવાબમાં શીઝાનની માતાએ લખ્યું , "તું હંમેશા ખુશ રહેજે બેટા , તારી તબિયત સારી રહે, બસ અમીન."






શિઝાનની માતાએ તુનિષા માટે લખ્યો અંતિમ મેસેજ 


તુનિષા સાથેની ચેટને કેટલીક તસવીરો સાથે શેર કરતાં શીઝાનની માતાએ લખ્યું, "મેરા બચ્ચા આજ તુઝે ગયે 12 દિન હો ગયે લેકિન સબર નહીં આ રહા, તેરી ખુશ્બૂ તેરી યાદે આ ઘરમાં વસેલી છે. આજના દિવસનો અમે ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. અમે બધા તારી માટે એવો જ બર્થડે સરપ્રાઈઝ પ્લાન બનાવી રહ્યા હતા જેવો તે તારા પપ્પા સાથે મનાવ્યો હતો.જે બર્થડેને તું મિસ કરતી હતી. જતાં પહેલા તે એ દિવસે આટલી વાર સોરી કેમ કહ્યું તે મને હવે સમજાયું શીજાનની માતાએ લખ્યું,અને હા હું એટલે કે તારી અમ્મી અને તારી આપી હંમેશા તારી સાથે ઊભા છીએ. મારી બચ્ચી તું જેટલો સમય અમારી સાથે રહી તેટલો સમય અમે તમને એ સૂકુન, શાંતિ અને ખુશી આપી શક્યા જેની તું હકદાર છે. હેપ્પી બર્થડે મારા બચ્ચા,"


અભિનેત્રીએ આત્મહત્યા કરી લીધી 


તુનિષા શર્માએ 24 ડિસેમ્બરે તેના શો અલી બાબાના મેકઅપ રૂમમાં કથિત રીતે ફાંસી લગાવી લીધી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે 20 વર્ષીય અભિનેત્રી સેટ પર વોશરૂમમાં ગઈ હતી અને લાંબા સમય સુધી પાછી ફરી ન હતી. જ્યારે દરવાજો તોડવામાં આવ્યો ત્યારે તે અંદર લટકતી જોવા મળી હતી. શીઝાન અને તુનીશાએ અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલમાં સાથે કામ કર્યું હતું. બંને થોડા સમય માટે બંને રિલેશનશિપમાં હતા. જોકે તુનિષાના મૃત્યુના 15 દિવસ પહેલા જ બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. તુનીષાની માતા દ્વારા શીજાન પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે અને તે 25 ડિસેમ્બરથી પોલીસ કસ્ટડીમાં છે.