Ranveer Singh Wedding Pics: બોલિવૂડ એક્ટર રણવીર સિંહ અને એક્ટ્રેસ દીપિકા પાદુકોણ બી-ટાઉનના પાવર કપલ્સમાંથી એક છે. હાલમાં જ રણવીર સિંહે તેના ઈન્સ્ટાગ્રામ પરથી દીપિકા પાદુકોણ સાથેના લગ્નની તમામ તસવીરો ડિલીટ કરી દીધી છે. આવી સ્થિતિમાં હવે ચાહકો ચોંકી ઉઠ્યા છે અને ચર્ચા શરૂ થઇ ગઇ છે કે શું કપલના સંબંધોમાં કોઈ તિરાડ આવી ગઈ છે.

Continues below advertisement

જ્યારે રણવીર સિંહે તેના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પરથી તેના લગ્નની તસવીરો હટાવી દીધી છે, તે ફોટા હજુ પણ દીપિકા પાદુકોણના એકાઉન્ટ પર જોવા મળી રહ્યા છે. નોંધનીય છે કે રણવીર સિંહે માત્ર દીપિકા પાદુકોણ સાથેના લગ્નની તસવીરો જ ડિલીટ કરી નથી પરંતુ તેની પ્રોફાઈલ પરથી વર્ષ 2023 પહેલાની તમામ પોસ્ટ પણ હટાવી દીધી છે.

પ્રથમ બાળકનું સ્વાગત કરશે કપલ

Continues below advertisement

નોંધનીય છે કે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ તેમના પહેલા બાળકનું સ્વાગત કરવા જઈ રહ્યા છે. દીપિકા પાદુકોણે ફેબ્રુઆરીમાં એક પોસ્ટમાં પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તે સપ્ટેમ્બરમાં તેના પહેલા બાળકને જન્મ આપશે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો રણવીર અને દીપિકા પણ આ દિવસોમાં બેબીમૂન માણી રહ્યા છે.

રણવીર-દીપિકાના લગ્ન ક્યારે થયા?

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની લવસ્ટોરી ફિલ્મ 'રામલીલા' દરમિયાન શરૂ થઈ હતી. આ પછી બંનેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા અને પછી લગ્ન કરી લીધા. રણવીર અને દીપિકાના લગ્ન 14 નવેમ્બર, 2018ના રોજ ઈટાલીમાં કોંકણી અને સિંધી પરંપરાથી થયા હતા.

રણવીર-દીપિકાએ આ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું

'રામલીલા' સિવાય રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. જેમાં 'પદ્માવત' અને 'બાજીરાવ મસ્તાની'નો સમાવેશ થાય છે. હવે આ કપલ રોહિત શેટ્ટીની ફિલ્મ 'સિંઘમ અગેન'માં સાથે જોવા મળશે.