Photoshoot Controversy: બોલિવૂડ એક્ટર રણવીર સિંહે થોડા દિવસો પહેલા એક મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું હતું. તેણે ન્યૂડ ફોટોશૂટ કરાવતા વિવાદ પેદા થયો હતો. રણવીરનું આ ફોટોશૂટ લોકોને બિલકુલ પસંદ આવ્યું નહોતું જેના કારણે તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. મુંબઈ પોલીસે 30 ઓગસ્ટે રણવીર સિંહને તેનું નિવેદન નોંધવા માટે બોલાવ્યા હતા પરંતુ રણવીર સિંહ આજે સવારે 7.30 વાગ્યે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને તેમનું નિવેદન નોંધાવ્યું હતું. લગભગ 2 કલાક સુધી રણવીર સિંહનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.






પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રણવીર સિંહ પોતાને નિર્દોષ ગણાવતો હતો. રણવીરે કહ્યું હતું કે તેને ખ્યાલ નહોતો કે આ પ્રકારનું ફોટોશૂટ તેના માટે મુશ્કેલી ઊભી કરશે. તેનો ઈરાદો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહોતો.


પોલીસે બે વખત સમન્સ મોકલ્યા હતા


ફોટોશૂટ કેસમાં પોલીસ દ્ધારા રણવીરને બે વખત બોલાવવામાં આવ્યો હતો, પરંતુ તે પહોંચી શક્યો ન હતો, પરંતુ આજે સવારે રણવીર તેની લીગલ ટીમ સાથે ચેમ્બુર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને બે કલાક સુધી પોલીસે તેનું નિવેદન નોંધ્યું હતું. આ દરમિયાન પોલીસે રણવીરને ઘણા પ્રશ્નો પૂછ્યા હતા. ન્યૂડ ફોટોશૂટ માટે કઇ કંપની સાથે કોન્ટ્રાક્ટ હતો, ફોટોશૂટ ક્યારે અને ક્યાં થયું, શું તમે જાણો છો કે આવા શૂટથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે? સહિતના અનેક સવાલો કરાયા હતા. રણવીર સિંહે તપાસમાં સહકાર આપવાની વાત પણ પોલીસને જણાવ્યું હતું.


રણવીર સિંહે ન્યૂડ ફોટોશૂટ કરાવતા વિવાદ પેદા થયો હતો. તેણે આ ફોટોશૂટ એક મેગેઝીન માટે કરાવ્યું હતું. આ ફોટોશૂટને લઈને લોકોએ મિશ્ર પ્રતિસાદ આપ્યો હતો. ઘણા લોકો રણવીરની તરફેણમાં હતા તો ઘણા તેના ફોટોશૂટ સામે વાંધો ઉઠાવી રહ્યા હતા. રણવીરના આ ફોટોશૂટને લઈને આખું બોલિવૂડ તેની સાથે ઊભું હતું. સોશિયલ મીડિયા પર ઘણા સેલેબ્સે તેના ફોટાના વખાણ કર્યા હતા.


 


Review: 2022 ટોયોટા અર્બન ક્રૂઝર Hyryder માં શું છે ખાસ ? ખરીદતાં પહેલા વાંચો આ રિવ્યૂ


IND vs PAK: સલમાન, જોનથી લઈને શાહરુખ સુધીના સ્ટારની આ ફિલ્મોમાં જોવા મળ્યો IND vs PAK મેચનું જુનુન


Congress President Election: કોણ બનશે કૉંગ્રેસના નવા અધ્યક્ષ, 17 ઓક્ટોબરે મતદાન, જાણો ક્યારે આવશે પરિણામ


Jioનો આ પ્લાન કરાવો રિચાર્જ, Disney+ Hotstar પર ફ્રીમાં જોઇ શકશો ભારત-પાકિસ્તાનની મેચ, જાણો વિગતે