સ્પૉટબૉયના એક રિપોર્ટ પ્રમાણે, ટિમૂ આનંદ આ ફિલ્મની રિમેક બનાવી રહ્યાં છે, આ ફિલ્મ 1988માં રિલીઝ થઇ હતી, જેને બૉક્સ ઓફિસ અને દર્શકોના દિલ અને દિમાગ પર રાજ કર્યુ હતુ. ટિનૂ આનંદે કહ્યું કોરોનાનો હુમલો પુરો થઇ જાય એટલે હું આ ફિલ્મની રિમેક બનાવીશ. પણ હું કહી નથી શકતો ક્યારે બનાવીશ અને ક્યારે રિલીઝ કરીશ.
ટિનુ આનંદે ફિલ્મ 'શહેન્શાહ'ની રિમેક માટે કાસ્ટિંગ ફાઇનલ નથી કર્યુ પણ રિપોર્ટ છે કે રણવીરનુ નામ સામે આવ્યુ છે. જોકે ટિનુ પણ ઇચ્છે છે કે આ રૉલ રણવીર સિંહ નિભાવે. પણ વાત થઇ શકી નથી કેમકે બન્ને પાર્ટીઓ લૉકડાઉન પુરુ થવાની રાહ જોઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે, 32 વર્ષ પહેલા 1988માં રિલીઝ થયેલી 'શહેન્શાહ' ફિલ્મને કેટલીક રીતે મોર્ડનાઇઝ કરીને રિમેકમાં રિલીઝ કરવામાં આવી શકે છે. જુની ફિલ્મ 'શહેન્શાહ' માં લીડ રૉલ બૉલીવુડ કિંગ અમિતાભ બચ્ચને નિભાવ્યો હતો. જોકે, આ અંગે હજુ કોઇ ખુલાસા સામે નથી આવ્યા.