મુંબઇઃ બૉલીવુડ રેપર-સિંગર બાદશાહ પર છેલ્લા કેટલાક દિવસોથી સોશ્યલ મીડિયા પર ફેક વ્યૂઝ-ફોલોઅર્સ ખરીદવાના આરોપો લાગ્યા છે. આ સિલસિલામાં રેપર બાદશાહ સાથે મુંબઇ પોલીસે પુછપરછ કરી, અને પુછપરછ લગભગ 9 કલાક ચાલી હતી. આમાં રેપર બાદશાહએ ફેક ફોલોઅર્સ અને વ્યૂઝ ખરીદવાના આરોપો અંગે પુછપરછ થઇ હતી. અભી તો પાર્ટી શુરૂ હુઇ અને કાલા ચશ્મા જેવાં હિટ ગીતો આપીને પૉપ્યુલર થઇ ચૂક્યો છે.

ઉલ્લેખનીય છે કે, રેપર બાદશાહે સોશિયલ મીડિયા પર ફેક ફોલોઅર્સ અને લાઈક વધારવા માટે 75 લાખ રૂપિયા આપ્યા એવી વાત સામે આવી હતી. પોલીસે 20 મોટી હસ્તીઓ વિરુદ્ધ તપાસ દરમિયાન આ ખુલાસો કર્યો હતો. 10 કલાકની પૂછપરછમાં બાદશાહે કથિતરૂપે આરોપ સ્વીકારી લીધા.



છેલ્લા બે મહિનાથી મુંબઇ પોલીસે Information Technology Act provisions નુ ઉલ્લંઘન કરનારા એક કેસનો ખુલાસો કર્યો હતો. આમાં સેલિબ્રિટીઝ અને બૉલીવુડની મોટી મોટી હસ્તીઓની કેટલીક કંપનીઓ ઇન્સ્ટાગ્રામ્, ટ્વીટર અને અન્ય સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક ફોલોઅર્સ ખરીદી રહ્યાં હતાં.



પોલીસની તપાસમાં આ ફેક ફોલોઅર્સ ખરીદનારા સેલેબ્સના લિસ્ટમાં રેપર બાદશાહનુ નામ પણ સામે આવ્યુ હતુ. બાદમાં તેને સમન મોકલવામાં આવ્યુ હતુ. હવે પોલીસ પુછપરછમાં તેને કેટલાક ખુલાસા કર્યા છે.