સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા મામલે દિશા સાલિયાનના મોતને લઈને હવે નવી-નવી વાર્તાઓ સામે આવી રહી છે. મુંબઈ પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે, દિશા ના તો સુશાંતની મેનેજર હતી અને ના તો સુશાંત સાથે કોઈ સંબંધ હતો.


મુંબઈ પોલીસના જણાવ્યા પ્રમાણે, દિશા ફક્ત 23 દિવસ માટે સુશાંતના સંપર્કમાં આવી હતી તે પણ કામને લઈને. દિશા કોર્નર સ્ટોન નામની એક કંપનીમાં મેનેજર તરીકે કામ કરતી હતી અને કંપની દ્વારા આપવામાં આવેલ કામને લઈને સુશાંતને 1 એપ્રિલ 2020થી લઈને 23 એપ્રિલ 2020 સુધી એટલે 23 દિવસ જ માટે સંપર્કમાં હતી.

ત્યાર બાદ અથવા આ પહેલા સુશાંત અને દિશા વચ્ચે કોઈ વાતચીત થઈ નહોતી. મુંબઈ પોલીસે દિશાની કંપની, તેના પરિવારના સભ્યો અને મિત્રોની પૂછપરછ કરી હતી અને જાણકારી મેળવી હતી. મુંબઈ પોલીસે દિશા અને સુશાંત બન્નેના ફોન રેકોર્ડ ચેક કર્યાં જેનાથી ખબર પડી છે કે, બન્નેની વચ્ચે ફક્ત પ્રોફેશનલ વાતચીત જ થઈ હતી. જેના પુરાવા છે કે, બન્ને વચ્ચે વોટ્સએપ ચેટિંગ થયું હતું જેની વિગતો એપીબી ન્યુઝની હાથે લાગી છે.

એબીપી ન્યુઝની પાસે સુશાંત રાજપુત અને દિશા સાલિયાનની વચ્ચે વોટ્સએપ ચેટ પર થયેલી વાતચીતના સ્ક્રીન શોર્ટ છે. મોતના બે મહિના પહેલા થયેલા આ વાતચીતમાં બન્ને ઘણી કંપનીઓના પ્રમોશન સાથે જોડાયેલી વાતો કરી રહ્યો હતાં.

દિશા સાલિયાનની મોત 8 જૂને થઈ હતી. દિશાની મોતને આત્મહત્યા કહી રહ્યાં છે. દિશાના મોતના 6 દિવસ બાદ સુશાંત સિંહ રાજપૂતનું મોત થયું હતું. સુશાંતના મોત ને પણ આત્મહત્યા કહી રહ્યાં છે. મોતના બે મહિના પહેલા બન્ને એક બીજા સાથે વાતો કરી રહ્યાં હતાં.