Salman Khan Dance On Saami Saami: બોલિવૂડ એક્ટર સલમાન ખાન ઘણીવાર પોતાની સ્ટાઈલથી ચાહકોનું દિલ જીતી લે છે. આ દિવસોમાં તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ફિલ્મ ‘પુષ્પા’ના સુપરહિટ ગીત 'સામી-સામી' પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં આ ગીતની એક્ટ્રેસ રશ્મિકા મંદાના પણ પરફોર્મ કરતી જોવા મળી રહી છે.
તાજેતરમાં જ મુંબઈમાં લોકમત સ્ટાઇલિશ એવોર્ડ્સ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સલમાન ખાન પણ ખાસ અતિથિ તરીકે પહોંચ્યો હતો. આ જ એવોર્ડ શોમાં અભિનેત્રી રશ્મિકા મંદાના પણ પહોંચી હતી. આ દરમિયાન સલમાન ખાન અને રશ્મિકા સ્ટેજ પર હાજર રહ્યા હતા. પછી સામી-સામી ગીત વગાડવામાં આવ્યું અને સલમાન અને રશ્મિકા ડાન્સ કરવા લાગ્યા. આ દરમિયાન સલમાને રશ્મિકા સાથે પોતાનું આઇકોનિક સ્ટેપ પણ કર્યું હતું. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે સલમાન ખાન અને રશ્મિકા મંદાના સાથે મનિષ પૉલ પણ સ્ટેજ પર જોવા મળે છે.
ગોવિંદા સાથે ડાન્સ પણ કર્યો
સલમાન ખાન પહેલા રશ્મિકા પણ આ ગીત પર ડાન્સિંગ લિજેન્ડ ગોવિંદા સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. રશ્મિકા હાલમાં જ ફિલ્મના પ્રમોશન માટે ટીવી શો 'DID સુપર મોમ્સ'માં પહોંચી હતી જ્યાં તેણે સ્ટેજ પર પરફોર્મ કર્યું હતું. આ દરમિયાન રશ્મિકાને સ્ટેજ પર ગોવિંદાનો સપોર્ટ પણ મળ્યો હતો.
રશ્મિકા ટૂંક સમયમાં તેની પહેલી હિન્દી ફિલ્મ 'ગુડ બાય'માં જોવા મળશે. આમાં તેમની સાથે અમિતાભ બચ્ચન અને નીના ગુપ્તા જેવા દિગ્ગજ કલાકારો જોવા મળશે.