Raveena Tabdon On Eveteasing: બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડન તેના સ્પષ્ટવક્તા નિવેદનો અને કૂલ સ્વભાવ માટે જાણીતી છે. રવિના ઘણા મુદ્દાઓ પર નિર્ભયતાથી પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. રવીના ફિલ્મોની સાથે-સાથે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે અને રોજ તેના ફોટા અને વીડિયો અહીં શેર કરે છે. તાજેતરમાં જ રવિનાએ પોતાના વિશે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. આ ખુલાસાઓ વિશે જાણીને તેના ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. રવિનાએ જણાવ્યું હતું કે તે સ્ટ્રગલના દિવસોમાં શારીરિક શોષણનો શિકાર બની છે.
આ દિગ્ગજ એક્ટ્રેસની બસમાં થઇ હતી છેડતી
થોડા સમય પહેલા ટ્વિટર પર એક વ્યક્તિએ મુંબઈની લોકલ ટ્રેનનો એક વીડિયો શેર કર્યો હતો, જે મુસાફરોથી ભરેલી હતી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ટ્રેન ખૂબ જ ઝડપે ચાલી રહી છે અને કેટલાક છોકરાઓ તેના ગેટ પર લટકી રહ્યા છે. ત્યારે અચાનક એક છોકરો ચાલતી ટ્રેનમાંથી પડી જાય છે. આ વીડિયો શેર કરતી વખતે વ્યક્તિએ રવિના ટંડન પર સવાલ ઉઠાવ્યા. તેણે લખ્યું, "નમસ્તે @ટંડન રવીના, મેટ્રોનો વિરોધ કરવા માટે તમે છેલ્લી વાર ક્યારે આ રીતે મુસાફરી કરી હતી? તમે લોકો બેશરમ છો". રવિના ટંડને વ્યક્તિના આ ટ્વિટનો જવાબ આપ્યો હતો.
રવિના ટંડને આપ્યો જડબાતોડ જવાબ
યુઝરને જવાબ આપતા રવિના ટંડને લખ્યું, "1991 સુધી, મેં આ રીતે મુસાફરી કરી છે. એક છોકરી હોવાને કારણે, તમારા જેવા નામહીન ટ્રોલર્સે મારું શારીરિક શોષણ કર્યું. કામ શરૂ કર્યા બાદ મેં સફળતા જોઈ અને પહેલી કાર પણ ખરીદી. નાગપુરની છું. તમારી શહેર સારું છે. કોઈની સફળતા કે આવકની ઈર્ષ્યા ન કરો." આગળ અન્ય એક ટ્વિટમાં અભિનેત્રીએ લખ્યું, કિશોર અવસ્થામાં મેં પણ લોકો સાથે બસ અને ટ્રેનમાં મુસાફરી કરી.. ત્યાં છેડતી પણ કરવામાં આવી મારી, ચૂંટલી પણ ભરી જે મોટાભાગની મહિલાઓ સાથે થાય છે તે બધું મારી સાથે પણ થયું. મેં વર્ષ 1992માં મારી પ્રથમ કાર ખરીદી હતી. વિકાસ કા સ્વાગત છે, માત્ર એક પ્રોજેક્ટ માટે જ જવાબદાર નથી."
નોંધનીય છે કે રવિના ટંડન મેટ્રો માટે જંગલ કાપવાના વિરોધમાં છે. અભિનેત્રી ઈચ્છતી નથી કે મેટ્રો 3 કાર શેડ બનાવવા માટે આરેનું જંગલ કાપવામાં આવે. તેના આધારે આ વ્યક્તિએ રવીના ટંડનને સવાલ કર્યો હતો જેનો અભિનેત્રીએ યોગ્ય જવાબ આપ્યો હતો.