Shahrukh Khan First love : હમ એક બાર જીતે હૈ, એક બાર મરતે હૈ, શાદે ભી એક બાર હોતી હૈ, ઔર પ્યાર ભી એક હી બાર હોતા હૈ... આ ડાયલોગ શાહરુખ ખાનની ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ'નો છે. તમે પણ સાંભળ્યું જ હશે. કેટલાકને યાદ પણ હશે. આ લાઇન કિંગ ખાન તરીકે જાણીતા અભિનેતાના જીવન પર પણ સંપૂર્ણ રીતે બંધ બેસે છે. પરંતુ ડાયલોગની છેલ્લી લાઈનને બાદ કરે દેતા. હવે તમે કહેશો કે આ કેવી રીતે. 


તેણે ગૌરી ખાનને જ પ્રેમ કર્યો અને લગ્ન કર્યા. આપણે સૌકોઈ આ વાતનો ઇનકાર ના કરી શકીએ પણ એ વાતનો પણ ઇનકાર ના કરી શકીએ કે તેના જીવનમાં ગૌરી સિવાય પણ બીજી કોઇ છોકરી આવી જ હતી અને તેના કારણે અભિનેતાને પણ માર મારવામાં આવ્યો હતો. જે બાદ તે ગૌરીને પણ ભાભી કહીને બોલાવવા લાગ્યો હતો.


આજે કરોડો છોકરીઓ શાહરૂખ ખાન પર ફિદા છે. શાહરૂખને ખૂબ પ્રેમ કરે છે. આ પહેલા પણ કરતી હશે પરંતુ અભિનેતાએ પોતાનું દિલ કોને આપ્યું છે, તે વધુ મહત્વનું છે કારણ કે તે વ્યક્તિ ભારે નસીબદાર હોવી જોઈએ જેને અભિનેતાનો સાથ અને હાથ મળ્યો હોય. અને એ ગૌરી ખાન તો છે જ. પણ અમે તેના સિવાયના બીજી છોકરી વિશે વાત કરી રહ્યા છીએ. શાહરૂખ ખાને પોતે આ વિશે જણાવ્યું હતું. એક એવોર્ડ શોમાં કપિલ શર્માએ સ્ટેજ પર 'પઠાણ'ને પૂછ્યું હતું કે, શું તેણે ક્યારેય કોઈ છોકરીની છેડતી કરી છે? તેની સામે ક્યારેય જોયું છે? શું તમે ક્યારેય કોઈ છોકરી સાથે ડેટ પર ગયા છો? જેના પર અભિનેતાએ આપેલો જવાબ સાંભળીને તમે પણ હસશો અને આશ્ચર્યચકિત થઈ જશો.


શાહરુખ ખાનની એક દિલ્હીવાલી ગર્લફ્રેન્ડ હતી


વાસ્તવમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં કપિલ શાહરૂખ ખાનને પૂછે છે - દિલ્હીમાં રહેતા હતા, શું તમે ક્યારેય છોકરીઓને ચીડવતા હતા? પરંતુ તેના પર અભિનેતા કહે છે - હા, આ અમારો અધિકાર છે. દિલ્હીવાસીને જન્મતાની સાથે જ અધિકાર છે. પણ એકાદ-બે ઘટના મારી સાથે એવી ઘટી કે પછીથી મેં તે બધુ ઘટાડ્યું હતું. હું ગ્રીન પાર્કમાં હતો. મેં નવી ગર્લફ્રેન્ડ બનાવી હતી.  લ્હીના લોકો જેમ ગર્લફ્રેન્ડ કહે છે તેના જેવુ જ. તે ગર્લફ્રેન્ડ નહોતી, માત્ર તેની સાથે ફરતી એક છોકરી હતી.


શાહરૂખ ખાનને જોરદાર માર મારવામાં આવ્યો હતો


શાહરુખે આગળ કહ્યું હતું કે, હું જઈ રહ્યો હતો, અહીં દિલ્હીમાં કેટલાક ગુંડા ટાઈપના છોકરાઓ હોય છે. એકે મને રોક્યો. હું અંગ્રેજી માધ્યમની શાળામાંથી હતો તો મેં અંગ્રેજીમાં સ્ટાઇલમાં કહ્યું કે, તે મારી ગર્લફ્રેન્ડ છે. તો તેણે કહ્યું કે, તે તારી ગર્લફ્રેન્ડ નથી. ભાભી છે. મેં કહ્યું ના ના. આ મારી ગર્લફ્રેન્ડ છે. તેણે કહ્યું ના, તે તારી ભાભી છે.  ત્યાર બાદ જ્યારે મેં કહ્યું કે, તે મારી ગર્લફ્રેન્ડ છે અને અહીં પ્રેમિકાના મિત્રએ વાત પૂરી પણ નહોતી થઈને બે છોકરાઓએ મને માર મારવાનું શરૂ કરી દીધું હતું. એકના હાથમાં કુલ્હડ હતી. એ જ મને દઈ મારી. હવે એવો સમય આવી ગયો છે કે, હું મારી પત્ની સાથે દિલ્હી બહાર જાઉં છું અને કોઈ પૂછે છે કે તે કોણ છે તો હું કહું છું કે આ તો મારી ભાભી છે.