Raveena Tandon Tiger Reserve Row:  બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડનનું નામ મધ્યપ્રદેશના સાતપુરા ટાઈગર રિઝર્વમાં ફોટો અને વીડિયોગ્રાફી કરવા માટે હેડલાઈન્સમાં છે. રવિનાએ બુધવારે જણાવ્યું હતું કે તે વન વિભાગ દ્વારા લાઇસન્સ પ્રાપ્ત જીપમાં મુસાફરી કરી રહી હતી, જે નિયુક્ત "પ્રવાસી માર્ગ" પર ચાલી રહી હતી. તેનું નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે સાતપુરા ટાઇગર રિઝર્વના અધિકારીઓએ એક વીડિયો સામે આવ્યા બાદ મામલાની તપાસ શરૂ કરી છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે સફારી દરમિયાન રવીનાનું વાહન સંરક્ષિત વિસ્તારમાં એક વાઘની નજીક આવી ગયું હતું.






રવિના ટંડને ખુલાસો કર્યો


રવિના 22 નવેમ્બરે અભયારણ્ય ગઈ હતી. તેણીએ ટ્વીટ કર્યું કે તે વન વિભાગ દ્વારા ફાળવેલ ગાઈડલાઇન્સ અને ડ્રાઇવરો સાથે સફારી પર ગઈ હતી. સ્થાનિક ન્યૂઝ ચેનલનો 25 નવેમ્બરનો વીડિયો રિપોર્ટ શેર કરતાં રવિનાએ ટ્વીટ કર્યું કે, "ડેપ્યુટી રેન્જરની મોટરસાઇકલ પાસે વાઘ આવ્યો હતો." તેણે કહ્યું, “વાઘ ક્યારે અને કેવી પ્રતિક્રિયા આપશે તે કોઈ કહી શકતું નથી. તે વન વિભાગનું લાઇસન્સ પ્રાપ્ત વાહન હતું, તેની સાથે એક માર્ગદર્શક અને ડ્રાઇવર હતો જે તેમની મર્યાદાઓ અને કાયદેસરતાઓથી સંપૂર્ણપણે વાકેફ હતા.” રવિનાએ કહ્યું કે તે અને તેના સહ-પ્રવાસીઓ શાંતિથી બેઠા અને વાઘણને આગળ વધતા જોતાં હતા






 






 


વીડિયોમાં વાઘની ગર્જના સંભળાઇ 


રવિનાએ પોતાની વાતમાં વધુમાં કહ્યું હતું કે અમે પ્રવાસી માર્ગ પર હતા, જેને વાઘ વારંવાર પાર કરે છે. વીડિયોમાં દેખાતી ટાઇગ્રેસ કેટીને પણ વાહનોની નજીક આવવાની અને ગર્જના કરવાની આદત છે." અન્ય એક ટ્વિટમાં, 48 વર્ષની રવિનાએ કહ્યું કે વાઘ તેમના પ્રદેશના રાજા છે અને તે દરમિયાન તેઓ "મૂક દર્શક" હતા. તેણે કહ્યું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સામે આવેલા એક વીડિયોમાં એક સફારી વાહન વાઘની નજીક જતું જોવા મળે છે. વીડિયોમાં કેમેરાના શટરનો અવાજ સંભળાય છે અને એક વાઘ તેમની સામે ગર્જના કરતો જોવા મળે છે. આ ઘટના મધ્યપ્રદેશના નર્મદાપુરમ જિલ્લામાં આવેલા સતપુરા ટાઈગર રિઝર્વમાં બની હતી.