મુંબઇઃ દિવંગત બૉલીવુડ નેતા સુશાંત સિંહ રાજપૂત મામલો વધુ વધુ ગૂંચવાતો જાય છે. રોજ નવા નવા ખુલાસા સામે આવી રહ્યાં છે. હવે આ મામલે ખુદ રિયાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન સુશાંતના પૈસા વાપરવા અને યુરોપ ટ્રિપ મુદ્દે ખુલાસા કર્યા છે. હાલ સુશાંત કેસમાં રિયા ચક્રવર્તી મુખ્ય આરોપી છે, અને કેસની તપાસ ઇડી, સીબીઆઇ અને હવે એનસીબી જેવી એજન્સીઓના હાથમાં છે.
અભિનેતાના પિતા કેકે સિંહે સુશાંતના ગર્લફ્રેન્ડ રિયા પર આરોપ લગાવ્યો હતો કે રિયાએ સુશાંતના પૈસા વાપર્યા છે. રિયાએ એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં વાતનો ઇનકાર કરી દીધો છે.
રિયાએ ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, મારુ પેરિસમાં એક કંપની સાથે શૂટિંગ હતુ, એક કપડાની કંપની શીનએ એક ફેશન શૉ કર્યો હતો. મે તેમની સાથે વાતચીત પણ કરી, મારી પાસે સબૂત છે. તે ફેશન શૉમાં ભાગ લેવા માટે પેરિસ બોલાવવામાં આવી. મારી ટિકીટ બિઝનેસ ક્લાસની બુક કરવામાં આવી હતી, અને મારા રોકાવવા માટે હૉટલ પણ બુક કરવામાં આવી હતી.
રિયાએ આગળ કહ્યું કે, પરંતુ સુશાંતે વિચાર્યુ કે આપણે યુરોપ ટૂર પર જવુ જોઇએ. મે ક્યારેય સુશાંતના પૈસાનો ઉપયોગ નથી કર્યો, ક્યારેય નથી વાપર્યા, પરંતુ હું અને સુશાંત એક પાર્ટનરની જેમ એકસાથે રહેતા હતા. અભિનેત્રીએ આ તમામ વાતોને પાયા વિહોણી બતાવી છે, અને તેના ઉપર લાગેલા આરોપોને ફગાવી દીધા છે.
યુરોપ ટૂર અને સુશાંતના પૈસા વાપર્યા હોવાની વાત પર રિયાએ શું કર્યા ખુલાસા, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Aug 2020 09:36 AM (IST)
અભિનેતાના પિતા કેકે સિંહે સુશાંતના ગર્લફ્રેન્ડ રિયા પર આરોપ લગાવ્યો હતો કે રિયાએ સુશાંતના પૈસા વાપર્યા છે. રિયાએ એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં વાતનો ઇનકાર કરી દીધો છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -