પટનાઃ સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. સુશાંતના પિતા કેકે સિંહે સુશાંતની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી વિરુદ્ધ પટનામાં એફઆઇઆર નોંધાવી છે. આ અરજીમાં તેમને રિયા વિરુદ્ધ કેટલાક ગંભીર આરોપો લાગવ્યા છે. એફઆઇઆરમાં દાવો કરવામાં આવ્યો છે કે, સુશાંતને ડર હતો કે ક્યાંક રિયા તેને તેની મેનેજર દિશા સાલિયનની આત્મહત્યા કેસમાં ન ફસાવી દે. એટલે કે રિયા સુશાંતને આત્મહત્યા કેસમાં ફસાવવાનુ કાવતરુ કરી રહી હતી.


સુશાંતના પિતા કેકે સિંહે રિયા ચક્રવર્તી ઉપર બીજા કેટલાય ગંભીર આરોપો લગાવ્યા છે. જેમાં સુશાંતના એકાઉન્ટમાંથી 15 કરોડ રૂપિયા ઉપાડવાથી લઇને સુશાંતને ડરાવવા અને ધમકાવવાના આરોપો સામેલ છે. સુશાંતના પિતા માને છે કે, સુશાંતની મેનેજર દિશા સાલિયાન કેસમાં રિયા સુશાંતને દબાણ કરીને ધમકાવતી હતી. રિયા સુશાંતને આર્થિક રીતે બંધક બનાવવા માંગતી હતી.



એફઆઇઆર અનુસાર 8 જુને દિશા સાલિયાને આત્મહત્યા કરી લીધી હતી. આ પછી જ્યારે મીડિયામાં રિપોર્ટ્સમાં તેને સુશાંતની મેનેજર બતાવવામાં આવી તો સુશાંત ગભરાઇ ગયો હતો. તેને રિયાને ફોન કર્યો, પરંતુ એક્ટ્રેસે તેનો નંબર બ્લૉક કરી દીધો હતો. ત્યારબાદ સુશાંત અંદરોઅંદર ડરવા લાગ્યો હતો કે ક્યાં રિયા તેને દિશા સાલિયાનની આત્મહત્યા માટે જવાબદારના ઠેરવી દે, ક્યાં તેને આ કેસમાં ફસાવી ના દે.



સુશાંતના પિતાએ લખ્યું- રિયા, તેના પરિવારજનો અને સહયોગી કર્મચારીઓ કાવતરુ રચીને, સાથે મળીને મારા દીકરા સાથે છેતરપિંડી કરી છે, અને તેને બંધક બનાવાનો પ્રયાસ કર્યો છે. દબાણમાં તેને આર્થિક નુકશાન પહોંચાડ્યુ, અને મારા દીકરાને આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યો હતો. સુશાંતના પિતાએ સાત પૉઇન્ટ આપીને સમજાવ્યુ કે રિયા સામે કેમે તપાસ થવી જોઇએ.