રિયા અત્યાર સુધી તપાસની લઇને મુંબઇ પોલીસ અને ઇડીના સામે હાજર થઇ ચૂકી છે, અને આગળ પણ ત્રીજી એજન્સીની સામે હાજર થવા તૈયાર છે. રિયાએ કહ્યું કે, તે આદિત્ય ઠાકેરને નથી જાણતી અને તેને ક્યારેય મળી પણ નથી.
સુશાંત કેસને લઇને રિયાએ કહ્યું કે, સુશાંત પાસેથી મે ક્યારેય પૈસા નથી લીધા, રિયાનુ કહેવુ એ પણ છે કે મુંબઇ પોલીસ અને ઇડી બે તપાસ એજન્સીઓએ તમામ દસ્તાવેજની તપાસ કરી લીધી છે, અને તેમને મારા વિરુદ્ધ કોઇપણ શંકાસ્પદ નથી મળ્યું. મોટી વાત એ છે કે રિયાએ કહ્યું કે, તે કોઇપણ ત્રીજી એજન્સી પાસે તપાસ માટે તૈયાર છે.
રિયાએ આગળ કહ્યું કે મુંબઇ પોલીસ અને ઇડીએ તમામ પ્રકારના ઇલેક્ટ્રૉનિક, ફોરેન્સિક અને મેડિકલ રિપોર્ટ લઇ લીધા છે. બેન્ક સ્ટેટમેન્ટ, ઇન્કમ ટેક્સ, સીસીટીવી, અને સીડીઆર અને ઇલેક્ટ્રૉનિક ડેટા બન્ને એજન્સીઓની પાસે છે, અત્યાર સુધી મારા વિરદ્ધ કોઇ ગુનાખોરી તથ્ય નથી મળ્યા.
રિયાએ કહ્યું કે મીડિયા કોઇ અટકળો ના લગાવે, મારી ખામોશી કમજોરી નતી, સત્ય ક્યારેય નથી બદલાતુ. મોતના 40 દિવસ બાદ બિહાર પોલીસની સામે આરોપ લગાવવો બકવાસ છે. સુશાંતનો પરિવાર પાયા વિનાનની વાતો કરી રહ્યો છે. પરિવારના બધા આરોપ આધારવિનાના છે. સુશાંત વારંવાર પોતાના પરિવારનો ફોન કરી રહ્યો હતો.
રિયાના હવાલાથી તેના વકીલે કહ્યું કે, એપ્રિલ 2019માં રિયા અને સુશાંત એક પાર્ટીમાં સામેલ થયા હતા, અને ત્યારબાદ બન્નેએ એકબીજાને ડેટ કરવાનુ શરૂ કરી દીધુ હતુ. બન્નેએ એકબીજાના ઘરે ખુબ સમય પણ વિતાવ્યો. ડિસેમ્બર 2019મા બન્નેએ અધિકારીક રીતે બન્ને બાન્દ્રામાં માઉન્ટ બ્લેક લિવ ઇન રિલેશનશિપમાં સાથે રહેવા લાગ્યા, અને આ બધુ 8 જૂન 2020 સુધી ચાલતુ રહ્યુ, બાદમાં રિયાએ ઘર છોડી દીધુ હતુ.