મુંબઇઃ કોરોના વાયરલના કારણે દેશમાં હાલ લૉકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે બૉલીવુડની હસ્તીઓ પોતા પોતાના ઘરમાં રહીને કંઇક નવુ કરી રહી છે. આ બધાની વચ્ચે એક્ટર રિતેશ દેશમુખનો પત્ની સાથેનો વીડિયો હાલ વાયરલ થયો છે.

ખરેખરમાં, લૉકડાઉનના સમયે રિતેશ દેશમુખ પણ પોતાના ઘરમાં છે અને પત્ની સાથે મસ્તી કરી રહ્યો છે. એક્ટરે ટાઇમ પાસ કરવા ટિકટૉકનો સહારો લીધો છે અને ફેન્સ સાથે એક્ટિવ રહ્યાં કરે છે.



વાયરલ થયેલા વીડિયોમાં એક્ટર રિતેશ દેશમુખ તેની પત્ની જેનેલિયા સાથે મસ્તીના મૂડમાં છે. બન્ને રોમાન્સ કરતો એક સીન વાયરલ કર્યો છે, જે TIKTOK પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં રિતેશ અને જેનેલિયાએ 1991ની સુપરહિટ ફિલ્મ સાજનનુ સદાબહાર ગીત મેરા દિલ ભી કિતના પાગલ હૈ પર જબરદસ્ત રોમાન્સ વાળી એક્ટિંગ કરી છે.



આ ટિકટૉક વીડિયો ફેન્સની વચ્ચે ખુબ પૉપ્યુલર થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મમાં માધુરી દિક્ષિત, સંજય દત્ત અને સલમાન ખાન મુખ્ય રોલમાં હતા.